ન્યુ દિલ્હી,તા.૧
ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્ષ (જીએસટી) ચાલુ વર્ષે સપ્ટેમ્બરમાં વધીને ૯૪ હજાર કરોડ રૂપિયાની પાર ૯૪,૪૪૨ કરોડ રૂપિયા પર પહોંચી ગયું છે. ઓગષ્ટમાં ૨.૬૧ ટકાનો કડાકો નોંધાયો હતો, જે ઘટીને ૯૩,૯૬૦ કરોડ રૂપિયા પર Âસ્થર થયો હતો. નાણાં મંત્રાલય તરફથી સોમવારે દિલ્હીમાં જાહેર કરેલા આંકડા મુજબ, ઓગષ્ટમાં જીએસટી સંગ્રહ જુલાઈની સરખામણીમાં ૨૫૨૩ કરોડ રૂપિયા ઓછું રહ્યુ હતું, પરંતુ સપ્ટેમ્બરમાં આ ફરીથી વધી ૯૪,૪૪૨ કરોડ રૂપિયાને વટાવી ગયુ છે. ચાલુ વર્ષે જુલાઈમાં જીએસટીથી ૯૬,૪૮૩ કરોડ રૂપિયા અને જૂનમાં ૯૫,૬૧૦ કરોડ રૂપિયાની મહેસૂલ પ્રાપ્ત થઈ હતી.
મંત્રાલયે કહ્યુ છે કે સંભવતઃ જુલાઈમા કેટલીક વસ્તુઓ પર ટેક્ષનો દર ઘટવાને કારણે ગ્રાહકોએ ખરીદી ટાળવી પડશે, જેને કારણે ઓગષ્ટમાં કર સંગ્રહ ઓછો રહ્યો હતો. ટેક્ષના દરમાં ઘટાડાની જાહેરાત ૨૧ જુલાઈએ કરવામાં આવી હતી, જ્યારે તેના માટે સૂચના ૨૭ જુલાઈએ જાહેર કરાઈ હતી. આ દરમ્યાન ગ્રાહક દર ઘટવાની રાહ જાવા લાગ્યા પરંતુ સપ્ટેમ્બરમાં આ ફરીથી વધી ૯૪ હજાર કરોડ રૂપિયાનો આંકડો વટાવી ગયુ છે.
સપ્ટેમ્બરમાં કેન્દ્રીય જીએસટીનો સંગ્રહ ૧૫,૩૧૮ કરોડ રૂપિયા, રાજ્ય જીએસટીનો ૨૧,૦૬૧ કરોડ રૂપિયા, આઈજીએસટીના ૫૦,૦૭૦ કરોડ રૂપિયા અને ઉપકરના ૭૯૯૩ કરોડ રૂપિયા રહ્યાં. આઈજીએસટીમાં આયાત પર પ્રાપ્ત ૨૫,૩૦૮ કરોડ રૂપિયા અને ઉપકરમાં આયાત પર પ્રાપ્ત ૭૬૯ કરોડ રૂપિયાની ફી પણ સામેલ છે. ઓગષ્ટ મહિના માટે ૩૦ સપ્ટેમ્બર સુધી ૬૭ લાખ જીએસટીઆર ૩બી ફોર્મ ભરાયા છે. સરકારે જણાવ્યું કે વિવાદીત કર મામલામાં સમાધાન હેઠળ ઓગષ્ટમાં કેન્દ્રીય જીએસટી હેઠળ ૩૦,૫૭૪ કરોડ રૂપિયા અને રાજ્ય જીએસટી હેઠળ ૩૫,૦૧૫ કરોડ રૂપિયા પ્રાપ્ત થયા છે
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"






