અમદાવાદ,તા.૧
પાટીદાર નેતા હાર્દિક પટેલ ગાંધી જંયતી ૨ ઓક્ટોબરથી ફરી ઉપવાસ આંદોલન શરૂ કરશે. ગાંધી જયંતીના દિવસે હાર્દિક પટેલ મોરબીના બગથળા ગામે પ્રતીક ઉપવાસ શરૂ કરશે. ખેડુતોની દેવા માફી, અલ્પેશ કથીરિયાને જેલમાંથી મુકિત તેમજ પાટીદારોને અનામતના મુદ્દે ઉપવાસ કરશે.
હાર્દિક પટેલ સાથે સમગ્ર ગુજરાતમાંથી પાસ કન્વીનરો તેમજ હાર્દિક પટેલના સમર્થકો ઉપવાસ આંદોલનમાં જાડાશે. પાસ કન્વીનરોએ દાવો કર્યો છે કે હાર્દિક પટેલના પ્રતીક ઉપવાસમાં મોટી સંખ્યામાં ખેડુતો પણ જાડાશે. મોરબી સમિતિ દ્વારા બગથળા ગામે આંદોલનની તૈયારીઓને આખરી ઓપ આપી દેવાયો છે. મુખ્યત્વે મોરબી જીલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માગ કરવામાં આવી છે
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"






