આજથી સાસણના જંગલમાં ચાર માસનું વેકેશન

0
6

જુનાગઢ,તા.૧૫
ચોમાસાની સીઝન મોટાભાગના વન્ય જીવો માટે સંવનનકાળ હોવાથી વન્ય જીવોને ખલેલ ન પહોંચે તે માટે સાસણના જંગલમાં ચોમાસાનું ચાર માસનું વેકેશન ૧૬મી જૂનથી પડી જશે. ચાર માસના વેકેશન દરમિયાન જીપ્સીઓના તમામ રૂટ બંધ થશે અને પ્રવાસીઓ માટે માત્ર દેવળીયા સફરી પાર્ક ચાલુ રહેશે.
ચોમાસાની સીઝન સિંહો, દીપડા, હરણ, સાબર, ચિંકારા સહિતના મોટા ભાગના વન્ય જીવોમાં ચોમાસાના સમય દરમિયાન પ્રજનન કાળ ચાલતો હોય છે. જેથી વન્ય જીવોના સંવનનમાં ખલેલ ન પહોંચે તે માટે વન વિભાગ દ્વારા ૧૬ જૂન સાસણ જંગલમાં ચાર માસ માટેનું વેકેશન જાહેર કરવામાં આવે છે.
આ વેકેશન ૧૫ ઓકટોબરે પુર્ણ થાય છે. આ વેકેશન દરમિયાન પ્રવાસીઓને સિંહ દર્શન અને સફરી માટે લઇ જવામાં આવતા જીપ્સીના તમામ રૂટો બંધ રાખવામાં આવે છે. જા કે દેવળીયા સફરી પાર્કરાબેતા મુજબ ચાલુ રહેશે.
છેલ્લી ગણતરી મુજબ સિંહોની સંખ્યા ૫૨૩ આસપાસ હતી, હવે આશરે ૭૦૦ ઉપર સાવજાની સંખ્યા પહોચી છે, ત્યારે આ ચાર માસ દરમિયાન સિંહો અને અન્ય વન્યજીવો માટે સંવનનકાળ ગુજરાત માટે મહત્વનો સાબિત થશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY