ગોડાઉનની તુવેરમાં માટી-કાંકરા મળતાં વેપારીએ કર્યો ડીલિવરીનો ઈન્કાર

0
5

જુનાગઢ,તા.૮
મગફળી બાદ હવે તુવેરની ખરીદીમાં પણ મોટું કૌભાંડ આચરાયું હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. માણાવદર ગોડાઉને તુવેરની ડિલિવરી લેવા ગયેલા વેપારીએ બોરીઓમાં માટી-કાંકરા અને હલકી ગુણવત્તાનો માલ જાતાં ડિલિવરી લેવાની ના પાડી ઈન્કાર કર્યો હતો. તેણે સારો માલ લેવા અથવા તો પૈસા રિફન્ડ માંગતાં આખી ઘટના પ્રકાશમાં આવી છે.
ખેડૂતો પાસેથી ટેકાનાં ભાવે મગફળીની માફક જ તુવેરની ખરીદી કરવાની નીતિ પણ સરકારે નક્કી કરી હતી. તુવેરની ખરીદી કરી નાફેડ દ્વારા માલને ગોડાઉનોમાં ભરવામાં આવ્યો હતો. બાદમાં વેપારીઓ પાસેથી પૈસા લઇ તેઓને ડિલિવરી માટે વિવિધ ગોડાઉને મોકલી અપાયા હતા. રાજકોટનાં વેપારી દિપકભાઇ નથવાણીને માણાવદરનાં કુલદિપ ગોડાઉને રખાયેલા તુવેરનો જથ્થો ફાળવાયો હતો. પરંતુ દિપકભાઇ આ જથ્થો ભરવા પહોંચ્યા ત્યારે તેમને તુવેરની બોરીઓમાં કાંકરા, માટી અને અત્યંત નબળી ગુણવત્તાની તુવેર જાવા મળી. માલ ઉપાડવાની ના પાડી અને નાફેડનાં અધિકારીઓનો સંપર્ક સાધ્યો. નાફેડનાં અધિકારીઓએ મંગળવાર સુધીમાં સારો માલ આપવા અથવા પૈસા રિફન્ડની ખાતરી આપી
વેપારી દિપકભાઇ નથવાણીએ જણાવ્યું હતું કે, મેં નાફેડ પાસેથી ૮૫ ટકા તુવેરની ખરીદી કરી છે. આ માટે ૩૫ લાખ પહેલાં જ ભરી દીધા છે. માલ સારો નહોતો એટલે મેં નાફેડની ડિસ્ટ્રીક્ટ ઓફિસનાં મેનેજરને ફોન કર્યો. તેમણે મને મંગળવાર સુધીમાં સારો માલ આપવાની અથવા પૈસા રિફન્ડની ખાતરી આપી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY