જુનાગઢ,તા.૨૪
બીલખામાં વિસાવદર રોડ ઉપર આવેલા ગૌતમનગરમાં રહેતી નયનાબેન અમૃતભાઇ પરમાર નામની ૨૬ વર્ષની વણકર પરિણીતાગત તા. ૧૬મીના રોજ પોતાના ઘરે હતી. ત્યારે તેણીનો દિયર મનસુખ વલ્લભભાઇ પરમાર નશાની હાલતમાં ઘરે ધસી આવ્યો હતો અને ભાભી સાથે ઝઘડો કરી જીવતી સળગાવી દીધી હતી. ગંભીર રીતે દાઝેલી પરિણીતાને બેભાન હાલતમાં સારવાર માટે જૂનાગઢ બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તેણીનું સારવાર દરમિયાન મોત નિપજતા પરિવારમાં અરેરાટી સાથે શોકની લાગણી પ્રસરી છે.
બનાવ અંગે પોલીસની પ્રાથમિક પૂછતાછમાં મૃતક નયનાબેન અમરેલીના સણોસરા ગામે તેના માવતર છે. તેણીને સંતાનમાં એક ત્રણ વર્ષનો પુત્ર છે. દિયર મનસુખ પરમાર કુવારો છે અને દારૂ પીવાની ટેવ ધરાવે છે. બનાવના દિવસે મનસુખ પરમાર નશાની હાલતમાં આવી બહેન સાથે લગ્ન કરાવવા કહ્યું હતું. ભાભીએ બહેન સાથે લગ્ન કરાવવાનો ઇક્નાર કરતા ઉશ્કેરાયેલા દિયરે ભાભીને જીવતી સળગાવી દીધી હતી. દિયરે એકાદ મહિના પહેલા પણ દુષ્કમ આચર્યું હોવાનું ભાભીનું મરણોતર નિવેદનથી ખળભળાટ મચી ગયો છે. સારવારમાં પરિણીતાએ દમ તોડતા બનાવ હત્યામાં પલ્ટાયો છે. બીલખા પોલીસે નશાખોર દિયર સામે દુષ્કર્મ અને હત્યા સહિતનો ગુનો નોંધી ઝડપી લીધો છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


