આખરે ખેલાડીઓ સમક્ષ નમ્યું બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ, ૧૧ માંગ સ્વીકારતા હડતાળનો અંત

0
5

ઢાકા,તા.૨૪
બાંગ્લાદેશ ક્રિકેટના ભારત પ્રવાસ પહેલા આવેલું સંકટ દૂર થયું છે. બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (બીસીબી)એ હડતાળ પર જઈ રહેલા ક્રિકેટરોની ૧૩માંથી ૧૧ માગણીઓ સ્વીકારી છે. આ સાથે ક્રિકેટરોએ તેમની હડતાળ પાછી ખેંચી લીધી છે. બાંગ્લાદેશની ક્રિકેટ ટીમ આવતા મહિને ભારતના પ્રવાસે આવે છે. બંને ટીમો વચ્ચે ત્રણ મેચની ટી-૨૦ શ્રેણી રમવાની છે. ત્યારબાદ બે મેચની ટેસ્ટ સિરીઝ પણ રમાશે, જે આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપનો પણ એક ભાગ છે.
બાંગ્લાદેશના ક્રિકેટરોએ ૧૧ માગણીઓ સાથે ત્રણ દિવસ પહેલા હડતાલ શરૂ કરી હતી. બીસીબીના પ્રમુખ નઝમુલ હસને આ હડતાલ અંગે અગાઉ વિચાર્યું નહોતું. તેઓએ તેને કાવતરું ગણાવ્યું હતું. ખેલાડીઓ પણ તેમની હડતાળ પર રોકાયા હતા. ત્યારબાદ ટીમના પૂર્વ કેપ્ટન તેમજ સાંસદ મશરાફે મોર્તઝાએ ક્રિકેટરો અને ક્રિકેટ બોર્ડ વચ્ચે સમાધાન કરવાનો પ્રયાસ કર્યો, જે સફળ પણ રહ્યો હતો.
ક્રિકેટરોની આગેવાની કરી રહેલા શાકિબ અલ હસનએ રાત્રે જણાવ્યું હતું કે, અમારી બોર્ડ અધ્યક્ષ અને પદાધિકારીઓથી વાત થઇ છે. ચર્ચા સકારાત્મક રહી છે. તેમણે અમારી મોટાભાગની માગ સ્વીકારી છે. તેમણે ટુંકસમયમાં પૂરી કરવાની ખાતરી આપી છે. હવે અમે એનસીએલમાં પ્રેક્ટિસ શરૂ કરવા જઇ રહ્યાં છીએ. અમે ટ્રેનિંગ કેમ્પમાં પણ ભાગ લઇશું.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY