સાસણ ગીરની સિંહ હોસ્પિટલમાં સારવાર દરમિયાન સિંહનું મોત

0
7

જુનાગઢ,તા.૧૧
સાસણ ગીરની સિંહ હોસ્પિટલમાં એક સિંહનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. ત્રણ વર્ષ પહેલા ગીર પશ્ચિમ વિસાવદર રેન્જના રાજપરા રાઉન્ડમાંથી ગંભીર ઇજાગ્રસ્ત હાલતમાં રેસ્ક્યુ કરી લાવવામાં આવ્યો હતો. ત્યારબાદ સાસણ ગીર રેસ્ક્યુ સેન્ટરમાં સારવાર હેઠળ હતો. પરંતુ અવસ્થાને કારણે તેને જંગલમાં છોડવામાં આવ્યો નહોતો
વિસાવદર તાલુકાના રવની કુબા વિસ્તારમાંથી પાંજરે દીપડો પૂરાયો છે. તેને સાસણ ખસેડાયો છે. આ વિસ્તારમાં છેલ્લા છોડા દિવસોમાં કુલ ૮ દીપડા પાંજરે પૂરાયા છે. પાંજરે પૂરાયેલા માનવભક્ષી દીપડા છે કે કેમ તે અંગે વન વિભાગે તપાસ હાથ ધરી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY