સલમાન ખાને બિગ બોસ-૧૨ ગોવામાં લોન્ચ કર્યું

0
4


મુંબઈ,તા.૫
મુંબઈથી દુર ગોવામાં સલમાન ખાને પોતાના સૌથી મનપસંદ ટીવી રિયાલિટી શો બિગ બોસ સીઝન ૧૨ લોન્ચ કર્યું છે. આ વખતે ઘરના સભ્યો જોડીમાં જોવા મળશે, જેમાં આ જોડી ભાઈ-બહેન, મિત્ર, મા-દીકરી, બાપ-દીકરો અને પતિ-પત્ની તરીકે હશે.
મીડિયા રિપોટ્‌ર્સ પ્રમાણે આ વખતે શો ના હોસ્ટ સલમાન ખાનને પણ સ્પેશ્યલ પાવર મળશે. સલમાન આ વખતે કોઈપણ સ્પર્ધકને ઘરની બહાર જતા બચાવી શકે છે. જેથી આ વખતે બિગ બોસ ઘણો રસપ્રદ બને તેની પુરી સંભાવના છે.
બિગ બોસ સાથે જોડાયેલી એક-એક ખબર પ્રશંસકો માટે ઇન્ફોર્મેશન બની રહી છે. એવા સમયે સૌથી મોટી ખબર એ છે કે સલમાન ખાને બિગ બોસના ઘરની અંદર જનાર પ્રથમ સેલિબ્રિટી જોડીની જાહેરાત કરી દીધી છે.
ગોવામાં આયોજીત બિગ બોસ-૧૨ના લોન્ચ ઇવેન્ટ સમયે ખબર આવી છે કે કોમેડિયન ભારતી સિંહ અને તેનો પતિ હર્ષ લિંબાચિયા સેલેબ્રિટી કંટેસ્ટેંટ શો નો ભાગ બનશે.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923 
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY