સૌરાષ્ટ્રમાં સ્વાઈન ફલૂ નો કહેર યથાવત સીઝનમાં ૬૮ ના મૃત્યુ છતાં તંત્ર મૌન !!

0
57

રાજ્યમાં છેલ્લા એકાદ સપ્તાહ થી ઠંડી નો પારો વધ્યો છે.આ સાથે જ સ્વાઈન ફ્લૂએ ફરીથી માથું ઊંચક્યું છે.રાજ્યમાં સૌરાષ્ટ્રમાં,કરછ પ્રાંતમાં જાન્યુઆરી મહિનામાં જ સ્વાઈન ફલૂ થી ૨૨લોકો ના મોત થયા છે.ત્યારે તંત્ર ની નિષ્કાળજીને લીધે સ્વાઈન ફલૂ ના કેસ માં વધારો થઈ રહ્યા ની ચર્ચાઓ વેગવંતી બની છે

રાજ્યના સૌરાષ્ટ્ર કરછ પ્રાંતમાં માત્ર સૌરાષ્ટ્ર માં વર્ષ ૨૦૧૯ જાન્યુઆરી મહિનામાં સ્વાઈન ફ્લૂના કારણે ૨૨ મોત થયા છે.જ્યારે સમગ્ર રાજયમાં૨૫ થી વધુ લોકોના મૃત્યુ સ્વાઈન ફ્લુના કારણે થયા છે.સમગ્ર સૌરાષ્ટ્રમાંથી સ્વાઇન ફલૂ ના દર્દીઓ રાજકોટ ની સિવિલ હોસ્પિટલ માં તૈયાર કરવામાં આવેલા સ્વાઈન ફલૂના વિષેશ વોર્ડ માં સારવાર માટે મોકલવામાં આવી રહ્યા છે.

રાજકોટ ની સિવિલ હોસ્પિટલમાં સ્વાઈન ફલૂની સારવાર માટે ૧૫૦ બેડ ની સુવિધા કરવામાં આવી છે.જ્યારે આ સિઝન માં ડિસેમ્બર સુધી માં ૪૬ અને જાન્યુઆરીમાં ૨૨મળીને આ સિઝન માં મૃત્યુ આંક ૬૮ પોહચ્યો છે.જાન્યુઆરી માં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ૬૬ પોઝિટિવ કેસ જોવા મળયા છે.હાલમાં રાજકોટ સિવિલ હોસ્પિટલ ઉપરાંત અન્ય ખાનગી દવાખાના માં દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.

રાજકોટ માં સ્વાઈન ફલૂ ના ગત વર્ષ થી લઈને અત્યાર સુધીમાં ૧૬૫ થી વધુ પોઝિટિવ કેસ રાજકોટ માં નોંધાયા છે.જ્યારે સમગ્ર રાજ્યમાં ૫૦૦ પોઝિટિવ કેસ નોંધાયા છે.આ કેસ ની સંખ્યામાં દિનપ્રતિદિન વધોરો થઈ રહ્યો છે.સૌરાષ્ટ્રમાં ઠંડી વધવાની સાથેજ ભેજ અને ઝાકળનું પ્રમાણ વધે છે જેના કારણે તાવ-શરદી જોવા મળે છે.તાવ અને શરદી ના કેશ વધવાને કારણે યોગ્ય સમયે સારવાર ન મળવાથી કેસ સ્વાઇન ફ્લુમાં બદલાઈ જાય છે.તંત્ર ની નિષ્ફળ તા ના કારણે સ્વાઇન ફલૂ ના કેશમાં સંખ્યા વધી રહી છે.તાજેતરમાં જ નાયબ મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રી નીતિન પટેલે એક અખબાર ને આપેલા ઇન્ટરવ્યૂ માં જણાવ્યું હતું કે તંત્ર ને પેહલાથીજ સૂચના આપી દેવાઈ છે અને સવાઇન ફ્લૂ ની સામે કાર્યવાહી કરવામા આવી છે.

બ્યુરો રિપોર્ટ
અખલાક એહમદ ભાભા
જૂનાગઢ જિલ્લો

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY