મેલબર્ન,તા.૨૯
ઇન્ટર નેશનલ ક્રિકેટ કાઉન્સિલે ૨૦૨૦ આઇસીસી ટી-૨૦ વર્લ્ડ કપના શેડ્યુલની ઘોષણા કરી છે. આ વર્લ્ડ કપની મેજબાની ઓસ્ટ્રેલિયા કરશે. ટૂર્નામેન્ટ ઓસ્ટ્રેલિયાના ૭ શહેરોમાં આ મેચનું આયોજન થશે. આઇસીસી અનુસાર, ૧૮ ઓક્ટોબરથી આ ટૂર્નામેન્ટની શરૂઆત થશે અને ૧૫ નવેમ્બરે મેલબર્નમાં ફાઇનલ રમવામાં આવશે.
મહિલા ટી-૨૦ વર્લ્ડ કપની ફાઇનલ મેચ પણ મેલબર્નમાં રમવામાં આવશે. જાકે, મહિલા ટી-૨૦ વિશ્વ કપ ૨૧ ફેબ્રુઆરીથી ૮ માર્ચની વચ્ચે રમવામાં આવશે અને ફાઇનલ મુકાબલો ૮ માર્ચે વિશ્વ મહિલા દિવસ પર હશે. તેના ૭ મહીના બાદ પુરૂષોના ટી-૨૦ વર્લ્ડ કપ આયોજિત કરવામાં આવશે. આ પ્રથમ વખત થશે મહિલા અને પુરૂષ ટી-૨૦ વિશ્વ કપ અલગ-અલગ હશે. અત્યાર સુધી આ ટૂર્નામેન્ટ એક સાથે આયોજીત થતી હતી.
મહિલા ટી -૨૦ વર્લ્ડ કપના સેમીફાઇનલ મેચ સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર અલગ-અલગ દિવસે રમવામાં આવશે. જ્યારે પુરૂષ ટી-૨૦ વર્લ્ડ કપના સેમીફાઇનલ મેચનું આયોજન સિડની અને એડિલેડ ઓવલમાં થશે. ઉલ્લેખનીય છે કે ૨૦૧૫ના વર્લ્ડ કપ પણ ઓસ્ટ્રેલિયામાં થયો હતો અને ખૂબ સફળ રહ્યો હતો. ત્યારે પણ ફાઇનલ મુકાબલો મેલબર્નમાં જ થયો હતો અને તેને જાવા રેકોર્ડ સંખ્યામાં લોકો પહોચ્યા હતા. આઇસીસીને આશા છે કે આ વખતે દર્શકોના સ્ટેડિયમ સુધી પહોંચવાનો નવો રેકોર્ડ બનશે.
ભારતનો પહેલો મુકાબલો સાઉથ આફ્રિકા સામે ૨૪ ઓક્ટોબરે સુપર ૧૨ સ્ટેજમાં થશે.આ કાર્યક્રમ આ પ્રમાણે છે.
સુપર ૧૨ સ્ટેજ
૨૪ ઓક્ટોબરઃ ઓસ્ટ્રેલિયા સામે પાકિસ્તાન, સિડની, ભારત સામે દક્ષિણ આફ્રિકા, પર્થ
૨૫ ઓક્ટોબરઃ ક્વોલિફાયર એ ૧ વર્સિસ કવોલિફાયર બી ૨ હોબાર્ટ, ન્યુઝીલેન્ડ સામે વેસ્ટ ઈન્ડિઝ મેલબોર્ન
૨૬ ઓક્ટોબરઃ અફઘાનિસ્તાન સામે ક્વોલિફાયર એ ૨, પર્થ, ઈંગ્લેન્ડ સામે ક્વોલીફાયર બી ૨ પર્થ
૨૭ ઓક્ટોબરઃ ન્યુઝીલેન્ડ સામે બી-૨, હોબાર્ટ
૨૮ ઓક્ટોબરઃ અફઘાનિસ્તાન સામે બી ૧, પર્થ
૨૯ ઓક્ટોબરઃ પાકિસ્તાન સામે એ ૧, સિડની, ભારત સામે એ ૨, મેલબોર્ન
૩૦ ઓક્ટોબરઃ ઈંગ્લેન્ડ સામે દક્ષિણ આફ્રિકા, સિડની, વેસ્ટઈન્ડિઝ સામે બી ૨, પર્થ
૩૧ ઓક્ટોબરઃ પાકિસ્તાન સામે ન્યૂઝીલેન્ડ, બ્રિસબેનમ, ઓસ્ટ્રેલિયા સામે એ-૧, બ્રિસબેન
૧ નવેમ્બરઃ દક્ષિણ આફ્રિકા સામે અફઘાનિસ્તાન, એડિલેડ, ભારત સામે ઈંગ્લેન્ડ મેલબોર્ન
૨ નવેમ્બરઃ એ ટુ સામે બી ૧,સિડની, ન્યુઝીલેન્ડ સામે એ ૧ , બ્રિસબેન
૩ નવેમ્બરઃ પાકિસ્તાન સામે વેસ્ટ ઈન્ડિઝ,એડિલેડ
૪ નવેમ્બરઃ ઈંગ્લેન્ડ સામે અફઘાનિસ્તાન, બ્રિસબેન
૫ નવેમ્બરઃ દક્ષિણ આફ્રિકા સામે એ ૨, એડિલેડ, ભારત સામે બી ૧ એડિલેડ
૬ નવેમ્બરઃ પાકિસ્તાન સામે બી ૨, મેલબોર્ન, ઓસ્ટ્રેલિયા સામે ન્યૂઝીલેન્ડ, મેલબોર્ન
૭ નવેમ્બરઃ ઈંગ્લેન્ડ સામે એ ૨. એડિલેડ, વેસ્ટ ઈન્ડિઝ સામે એ ૧ મેલબોર્ન
૮ નવેમ્બર ઃ સાઉથ આફ્રિકા સામે બી ૧ સિડની, ભારત સામે અફઘાનિસ્તાન, સિડની
સેમી ફાઈનલઃ ૧૧ નવેમ્બર સિડની, ૧૨ નવેમ્બર એડિલેડ
ફાઈનલ ૧૫ નવેમ્બર મેલબોર્ન
આ પહેલા ૧૮ ઓક્ટોબરથી ક્વોલિફાઈંગ મુકાબલા રમાશે.જેમાંથી ચાર ટીમો સુપર ૧૨ માટે પસંદ થશે.
જ્યારે આઈસીસી મહિલા ટી ૨૦ વિશ્વ કપ પણ સિડનીમાં ૨૦૨૦માં ૨૧ ફેબ્રુઆરીથી રમાશે અને ૮ માર્ચે તે પુરો થશે.આ દિવસે જ મહિલા આંતરરાષ્ટ્રીય દિવસ છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



