મીનીકુંભઃ શહીદોના માનમાં ‘હાથી ઘોડા પાલખી’ રદ કરવા સાધુ-સંતની માગણી

0
31

જુનાગઢ,તા.૨૩
આગામી ૨૬ તારીખથી યોજાનાર શિવરાત્રીના મેળાનું આયોજન થઈ રહ્યું છે. ત્યારે આ મેળાને આ વખતે મીનીકુંભનો દરજ્જો આપવામાં આવ્યો છે. ત્યારે મેળાને ભવ્ય બનાવવા માટે સરકાર દ્વારા મિનિસ્ટરો ને મેળાની ત્યારીઓનું નિરીક્ષણ કરવા મોકલ્યા હતા. ત્યાર બાદ મિટિંગ અધિકારી અને સાધુ સંતો સાથે મિટિંગ રાખી હતી મિટિંગમાં સાધુ સંતોએ અમુક કાર્યક્રમોનો કર્યો વિરોધ હતો.
રાજ્ય વન મંત્રી ગણપતસિંહ વસાવા, શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, મંત્રી શ્રી વિભવરી દવેએ મેળાની તયારીઓનું નિરીક્ષણ કર્યું હતું અને અધિકારી સાથે મિટિંગ કરી સૂચનો આપ્યા હતા. સામે પક્ષે સંતો દ્વારા આ મેળામાં ઢોલનગારા હાથી ઘોડા પાલખી જેવા કાર્યક્રમો રદ કરવાની માંગણી કરી હતી, પુલવામાં જે જવાનો શહીદ થયા છે અને દેશમાં શોકનો માહોલ હોય ત્યાં આવા કાર્યક્રમો ના થવા જાઈએ.
સાધુ સંતોના વિરોધ બાદ વનમંત્રીએ જણાવ્યું હતુ કે, ફરીથી સાધુ સંત સાથે બેઠક કરી અને મેળાના કાર્યક્રમોમાં ફેરફાર કરવામાં આવશે અને શહીદોનું માન જળવાઈ રહે તે રીતે આયોજન કરવામાં આવશે.
આ વર્ષના મેળાને સરકારે મીનીકુંભનો દરજ્જો આપ્યો હોય ત્યારે મેળાની ભવ્યતા વધે તેવા સરકારે પ્રયત્નો કર્યા છે, જેમાં શ્રદ્ધાળુ અને સાધુ સંતોની સુવિધા વધે તે રીતે વિ.આઈ.પી. ડેકોરેશન ઊભા કરવામાં આવ્યા છે. જ્યારે મેળાનો ખુબ પ્રસાર પ્રચાર થાય અને મોટી સંખ્યામાં સાધુ સંતો અને શ્રદ્ધાળુ ઉપસ્થિત થાય તેવા સરકારના પ્રયાસો છે. જ્યારે મેળા દરમ્યાન અલગ અલગ ઇવેન્ટનું પણ આયોજન કરવામાં આવેલ છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY