ડીસા,તા.૨૩
બનાસકાંઠામાં શિયાળાની ઋતુમાં વધુ એક ત્રીજા રાઉન્ડ સાથે ચાલુ વર્ષે સ્વાઇન ફલૂએ અત્યાર સુધી કુલ ૧૧નો ભોગ લીધો છે, જ્યારે ૬૦ લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને સારવાર અપાઇ રહી છે. જાકે સ્વાઇન ફ્લુ વધારે વકરે તેવી ભીતિ વચ્ચે છેલ્લા ચાર દિવસમાં વધુ ૩ વ્યક્તિના મોત થતા જિલ્લામાં મ્રૃત્યુ આંક ૧૧ પર પહોંચતા રોગનો ભય ફેલાયો છે.
બનાસકાંઠાના ડીસામાં સ્વાઇન ફલૂનો પોઝેટીવ કેસમાં અમદાવાદ ખાતે દર્દીનું મોત થયું છે આ મોત નોધાયા બાદ આરોગ્ય તંત્રની ટીમ દ્રારા જિલ્લામાં સર્વે કરાતા અનેક લોકોને તાવ શરદી ખાસી જેવા રોગોનું માલુમ પડ્યુ હતું. જાકે ૧૧ લોકોના સ્વાઇન ફ્લુથી મોત થતા સ્થાનિક આરોગ્ય તંત્ર હરકતમા આવી ગયુ છે. હાલ પાલનપુર સિવિલના આઇસોલેટેડ વોર્ડમાં વધુ ૩ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. જાકે પાલનપુર સિવિલમાં યોગ્ય રાહે દર્દીઓની સારવાર કરાઈ રહ્યાનું દર્દીઓએ જણાવ્યું હતું.
જાકે અત્યાર સુધી બનાસકાંઠામાં ૬૦ દર્દીઓને સ્વાઇન ફ્લૂ પોઝિટિવ આવ્યો છે. જેમા ૩૩ને સારવાર બાદ રજા અપાઈ છે. જ્યારે ૧૧ના મોત થયા છે. જ્યારે અન્ય ૧૬ દર્દીઓ વિવિધ હોસ્પિટલોમાં સારવાર હેઠળ છે. જોકે ટૂંકા ગાળામાં સ્વાઇન ફ્લુથી ૧૧ મોત થતા અને ૬૦ દર્દીઓનો સ્વાઇન ફ્લૂ રિપોર્ટ પોઝિટિવ આવતા જિલ્લામાં સ્વાઇન ફ્લૂ ભય ફેલાયો છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


