જુનાગઢ,તા.૨૨
જૂનાગઢ જિલ્લાના માળિયા હાટીના વડિયા રોડ ઉપર મજૂર મહિલાની શંકાસ્પદ લાશની તપાસ દરમિયાન મોત પતિએ પેટમાં મુક્કો મારતા નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. પોલીસે આરોપી પતિની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથધરી છે. માળિયા હાટીનાના વડિયા રોડ ઉપર તા. ૧૩-૨ના રોજ સાંજના સમયે સરકારી ગોડાઉન સામે ઝુંડપામાં પાંચ અજાણી આદિવાસી ખેતમજૂર મહિલાનો મૃતદેહ હોવાની જાણ બાજુના ઝુંપડામાં રહેતા વ્યક્તિ દ્વારા માળિયા પોલીસને કરવામાં આવતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળેદોડી ગઇ હતી.
મૃતદેહનો કબ્જા લિ પીએમ માટે ખસેડવામાં આવ્યો હતો. મૃત્યુનું કારણ શંકાસ્પદ હોય ફોરેન્સીક પીએમની રજૂઆત શંકાસ્પદ હોય ફોરેન્સીક પીએમની રજૂઆત કરતા મૃતદેહને જામનગર ખાતે ફોરેન્સિક લેબમાં મોકલી આપ્યા હતા.
આ બનાવબાદ મહિલાના પતિ લાપતા હોય અને રિપોર્ટ આવે તે પહેલા તપાસદરમિયાન આ મહિલાના પતિની શોધખોય ધરતાતે સુરેશ એનકુભાઇ સોનલણાની વત નંદુબાર મહારાષ્ટ્રથી અટક કરી હતી.
ત્યારબાદ તેની આગવી ઢબે પૂછપરછ હાથધરતા આરોપીએ પોતાની પત્ની રંગુબેન ઉર્ફે અનિતા સાથે બોલાચાલી થતાં પેટના ભાગે બેદરકારીથી મુક્કો મારતા મહિલા બેભાન થઇ ગઇ હોય અને સવારે જગાડતા નહી જાગતા બીકનો માર્યો વતનમાં ભાગી ગયો હોવાની કબુલાત આપી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


