વિશ્વના અબજોપતિ ઉદ્યોગપતિઓ હવે સ્પેસમાં પણ ફેક્ટરીઓ સ્થાપશે..!!

0
5

ન્યુ દિલ્હી,તા.૧૩
દુનિયાના કેટલાક ધનાઢય ઉદ્યોગપતિઓ હવે જમીનના બદલે સ્પેસમાં ફેક્ટરીઓ સ્થાપવાનું વિચારી રહ્યા છે. આ અંગે ગંભીરતાથી કામ પણ કરવામાં આવી રહ્યું છે. એક મેગેઝિનને આ અંગે એક રિપોર્ટ જાહેર કર્યો છે. સ્પેસમાં ફેક્ટરીઓ સ્થાપવા પાછળ અમુક વાજબી કારણો પણ છે. ધરતી પર સંસાધનોનો ખૂબ ઉપયોગ થઈ ચુક્યો છે. વધી રહેલી વસ્તીને ધ્યાનમાં રાખીને હવે સંસાધનોનો ઉપયોગ મર્યાદિત કરવાની જરૂરિયાત છે.
વૈજ્ઞાનિકોનું કહેવું છે કે ધરતી પર જે સંસાધનો બચ્યા છે તે મનુષ્યોના અસ્તિત્વ માટે જરૂરી છે. માણસે હવે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે ધરતી બહાર પગ મૂકવો પડશે અને બીજા ગ્રહો અને અવકાશમાં આવેલા નાના ગ્રહોના સંસોધનોનો ઉપયોગ કરવો પડશે. સ્પેસ સાયન્સે આ દિશામાં કામ શરૂ કરી દીધું છે.
સ્પેસ વૈજ્ઞાનિકોનું કહેવું છે કે સ્પેસમાં ઉદ્યોગોને સોલાર સિસ્ટમના માધ્યમથી ધરતીની સરખામણીમાં વધારે મદદ મળશે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે માનવ સંસ્કૃતિ હવે વિકાસના એ સ્તર પર પહોંચી ગઈ છે કે હવે તેમણે ધરતી બહાર પગ મૂકવો પડશે. આ સાંભળવામાં થોડું અજુગતું લાગશે પરંતુ બીજા ગ્રહોના સંસાધનોનો ઉપયોગ કરવું શક્ય છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY