જુનાગઢ,તા.૧૩
જૂનાગઢ દાણાપીઠ ખાતે પીરની દરગાહ સામેની ગિરીરાજ એન્ટરપ્રાઇઝ પેઢીમાં શનિવારે વહેલી સવારનાં પાંચ વાગ્યે અચાનક આગ ફાટી નીકળી હતી. ઘટનાની જાણ થતાં મહાનગરપાલિકાનો ફાયર બ્રિગેડનો સ્ટાફ તેમજ પોલીસ તુરંત જ સ્થળ પર પહોંચી ગઇ અને આગ બુઝાવવાની કામગીરી શરૂ કરી હતી.
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે ગિરીરાજ એન્ટરપ્રાઇઝ અગરબતીની પેઢી હતી. જેથી અગરબતી તેમજ અગરબતી બનાવવાના કેમીકલને કારણે આગ જાતજાતામાં પેઢીના ઉપરનાં માળે પહોંચી ગઈ હતી. જેના લીધે આસપાસની પેઢીઓ, દુકાનોમાં પણ આગ પહોંચવાની શકયતા વધી ગઈ હતી.
જા કે, ફાયર બ્રિગેડના સ્ટાફે સતત પાણીનો મારો ચલાવીને સવારે ૧૦ વાગ્યે પાંચ કલાકની જહેમતનાં અંતે આગને કાબુમાં લીધી હતી. આ ઘટનાને લઇ દાણાપીઠમાં લોકોનાં ટોળા એકત્ર થઇ ગયા હતા. જો કેકોઇ જાતની જાનહાની થઇ ન હતી. પરંતુ અગરબતી વગેરે ખાખ થઇ જતા લાખો રૂપિયાનું નુકશાન થયું હતું આગ લાગવા પાછળ ઇલેકટ્રીક શોર્ટ સર્કિટ હોવાનું મનાઈ રહ્યું છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




