બીજિંગ,તા.૧૩
ચીનની સૌથી મોટી ઇ-કોમર્સ કંપની અલીબાબના ફાઉન્ડર જેક માનું કહેવું છે કે, તેમની કંપનીમાં નોકરી કરવી છે તો દરરોજ ૧૨ કલાક અને અઠવાડિયામાં ૬ દિવસ કામ કરવું પડશે. જેકે કહ્યુ કે, તેઓને એવા લોકોની જરૂર નથી જે ૮ કલાક નોકરી કરવાનો વિચાર કરે છે. બ્લૂમબર્ગ રિપોર્ટ અનુસાર, તેમના નિવેદનની સોશિયલ મીડિયા પર નિંદા થઇ રહી છે.
એક ઇન્ટર્નલ મીટિંગમાં માએ સવારે ૯ વાગ્યાથી રાત્રે ૯ વાગ્યા સુધી, ૬ દિવસ કામ કરવાના ૯૯૬ વર્ક કલ્ચરનું સમર્થન કર્યુ. ચીનની માઇક્રોબ્લોગિંગ સાઇટ વેબો પર અલીબાબાના ઓફિશિયલ એકાઉન્ટ પર તેનો ઉલ્લેખ છે. જેક માનું કહેવું છે કે, ૯૯૬ હેઠળ કામ કરવાથી ખુશી મળે છે. તમારે અલીબાબા જોઇન કરવું હશે તો ૧૨ કલાક કામ કરવા માટે તૈયાર રહેવું પડશે. નહીં તો કંપની જાઇન કરીને પરેશાન થવાની જરૂર નથી.
જેક માનું આ નિવેદન એવા સમયે આવી છે જ્યારે ઓવરટાઇમ મુદ્દે ચીનમાં વિવાદ ચાલી રહ્યો છે. માર્ચમાં ૯૯૬ આઇસીયુ બેનર હેઠળ ચીનની ટેક ઇન્ડસ્ટ્રીના પ્રોગ્રામર્સના કામની શરતોને લઇને વિરોધ પ્રદર્શન થયા હતા. આ પ્રદર્શન હેઠળ ટેક ઇન્ડસ્ટ્રીના એવા લોકોને આગળ આવવાની અપીલ કરી છે કે, જેમની કંપનીઓ વધુ પૈસા આપ્યા વગર વધુ કામ કરાવે છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



