પીલીભીત,તા.૧૩
લોકસભા ચૂંટણી ૨૦૧૯ના બીજા તબક્કાનું મતદાન હવે ૧૮ એપ્રિલના રોજ યોજાવાનું છે. તેના માટે તમામ ઉમેદવારોએ પ્રચારમાં તેજી લાવી દીધી છે. ભાજપના ઉમેદવાર મેનકા ગાંધીએ સુલતાનપુરમાં મુસલમાનોને વોટ માટે ધમકી આપી દીધી છે. ત્યારે હવે તેમના પુત્ર અને પીલીભીત બેઠક પરથી ભાજપના ઉમેદવાર વરૂણ ગાંધીએ પણ મુસ્લિમ મતદારોને સલાહ આપી દીધી છે.
પીલીભીત લોકસભા બેઠક પર ચૂંટણી લડી રહેલા વરૂણ ગાંધીએ મુસ્લિમોને સલાહ આપી છે કે, “તમે વોટ આપો કે ન આપો, પરંતુ ચૂંટણી પછી કામ માટે જરૂર આવજા. વરૂણે અથર નામના એક મુસ્લિમ યુવકને તો ત્યાં સુધી કહી દીધું કે, નાના-મોટા કામ માટે નહીં, પરંતુ તમને દેશના વડાપ્રધાન બનાવીશું.
વરૂણે જણાવ્યું કે, તે મુસ્લિમ વિરોધી નથી. તે નામ જાઈને કામ કરતા નથી, પરંતુ લોકોની મજબૂરી જોઈને કામ કરે છે. હિન્દુ હોય કે મુસ્લિમ દરેકનું કામ કરે છે.
વરૂણે જણાવ્યું કે, જે લોકો એમ કહે છે કે, આ લોકો અમારાથી અલગ છે તેઓ સામાજિક અપરાધ કરી રહ્યા છે. આમ કરવું દેશ સાથે ગદ્દારી છે. વરૂણે કહ્યુ કે, દેશમાં આજે જે સ્થિતિ છે તેનું કારણ એ છે કે લોકોએ જ લોકોને ઓળખ્યા નથી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



