પુલવામામાં આતંકીઓએ સીઆરપીએફના બંકરને આતંકીઓએ નિશાન બનાવ્યુ

0
7

કાબૂલ,તા.૩૦
જમ્મુ કાશ્મીરમાં આતંકીઓએ CRPFને નિશાન બનાવવાની કોશિશ કરવામાં આવી છે. અજાણ્યા હુમલાખોરોએ CRPFના એક બંકરને નિશાન બનાવી તેના પર હાથગોળા ફેંકિયા છે. આ બંકર પુલવામામાં ભારતીય સ્ટેટ બેંકની બ્રાન્ચના કેમ્પસ બહાર બનેલા છે.
રિપોર્ટ પ્રમાણે હુમલામાં CRPFનો એક જવાન ઘાયલ થયો છે જેને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે. ઘાયલ જવાન ૧૮૨ બટાલિયનમાં તૈનાત છે અને તેની ઓળખ સૂરજ ચંદ તરીકે થઇ છે.
ઘટનાને પગલે સુરક્ષાદળોએ ઘટના સ્થળ આસપાસનો વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું છે. પુલવામા એસએસપીએ જણાવ્યુ કે, આ આતંકી હુમલામાં ઝ્રઇઁહ્લનો એક જવાન ઘાયલ થયો છે, જેને સારવારઅર્થે પુલવામા હોસ્પિટલમાં ખસેડાવામાં આવ્યો છે. હુમલાની જાણકારી મળતા જ સુરક્ષાદળોએ સમગ્ર વિસ્તારને ઘેર્યો છે અને આતંકીઓ વિરુદ્ધ સર્ચ ઓપરેશન ચલાવવામાં આવ્યું છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY