કાબૂલમાં હવે મહિલાઓ સ્વિમિંગ કરી શકશે : કેટલાક નિયમો સાથે મંજૂરી

0
1

કાબૂલ,તા.૨૪
તાલિબાની છોકરાઓને આત્મઘાતી હુમલાઓ માટે તૈયાર કરવા, અમેરિકી સૈનિકોની કાર્યવાહી વગેરેના સમાચાર તો રોજ જોવા મળે છે. તો સાથે-સાથે ત્યાંની મહિલાઓ પર થઈ રહેલ અત્યાચારો અંગેના સમાચાર પણ વારંવાર આવે છે, જેમાં અફઘાનિસ્તાની રાજધાની કાબુલ અવ્વલ નંબરે છે. પરંતુ હવે ધીરે-ધીરે સઉદી અરબમાં મહિલાઓની સ્થિતિમાં સુધારો આવી રહ્યો છે. અહીં મહિલાઓ પર લાદવામાં આવેલાં બંધનો ધીરે-ધીરે ઘટવા લાગ્યાં છે. કાબુલમાં હવે મહિલાઓને સ્વિમિંગ પૂલમાં તરવાની મંજૂરી મળી ગઈ છે, જોકે કેટલાક નિયમો સાથે જ.
કાબુલમાં પહેલો સ્વિમિંગ પૂલ ૨૦૦૧ માં ખોલવામાં આવ્યો હતો. જે માત્ર પુરૂષો માટેનો હતો. અત્યારે પબ્લિક અને પ્રાઇવેટ એમ કુલ ૨૩ સ્વિમિંગ પૂલ છે, જેમાં માત્ર બે માં જ મહિલાઓને તરવાની છૂટ્ટી આપવામાં આવી છે. ત્યારે હવે આટલાં વર્ષો બાદ મહિલાઓને સ્વિમિંગ પૂલમાં તરવાની મંજૂરી આપી દેવામાં આવી છે.
તો આ બે પૂલમાં મહિલાઓને તરવા માટે પણ બીજા કેટલાક નિયમો બનાવવામાં આવ્યા છે. અહીં પ્રવેશ કરતાં પહેલાં મહિલાઓએ તેમના ફોન જમા કરાવી દેવાના રહેશે, કારણકે ત્યાં ફોટો પાડવાની મંજૂરી નથી.
એક મહિલાએ વાતચીતમાં જણાવ્યું કે, તે જ્યારે પૂલમાં તરે છે ત્યારે તેતાલીબાની હુમલા અને આત્મઘાતી હુમલાઓની પરવા નથી કરતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY