કચ્છના હોમગાર્ડ જવાનો ને થઈ રહ્યો છે અન્યાય ગ્રામસભા તેમજ વિધાનસભાની કરજનું વેતન ન ચુકવાતા જવાનોમાં કચવાટ તંત્ર આંખ ખોલશે કે…?

0
122

સરહદી કચ્છ જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી પોલીસની માનદ સેવા કરતાં હોમગાર્ડ સભ્યોને ફરજમાં લેવામાં આવે છે જેમાં ટ્રાફિક નાઈટ વિવિધ મેળા ,વી.આઇ.પી બંદોબસ્ત કે પછી ગ્રામ સભા ચૂંટણી વિધાનસભા કે લોકસભાની ચૂંટણીમાં બંદોબસ્ત માટે બોલાવવામાં આવે છે પરંતુ સરકારના નીતિ-નિયમ મુજબ તેઓને સમાન કામ સમાન વેતન મળતું ન હોવાની જવાનોમાં લાગણી અને માગણી પ્રવર્તી રહી છે આ અંગે કચ્છના હોમગાર્ડ જવાની પાસેથી મળતી માહિતી મુજબ કચ્છ જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણી વખતે તેમજ વિધાનસભાની ચૂંટણીમાં ફરજ બજાવનારા હોમગાર્ડ સભ્યો પાસેથી કામ તો લેવાયું હતું પણ પરંતુ ચૂંટણી પંચે દેવાનું હોય છે તે સરકાર દ્વારા કોઇપણ કારણસર હજુ સુધી ન અપાતા માનદ સેવા કરતાં સભ્યોમાં રોષની લાગણી ફેલાવા પામી છે ૨૦૧૭ની ગ્રામ પંચાયત ચૂંટણી તેમજ વિધાનસભાની ચૂંટણીમાં હોમગાર્ડને ફરજ સોંપવામાં આવી હતી જેના માટે ફક્ત ફરજ ભથ્થુંજ અપાયું હતું પરંતુ ચૂંટણી શાખા તરફથી આ જવાનોને ચૂંટણી એલાઉન્સ અપાયું ન હોવાની અન્યાય બાબતે ચકચાર ઉઠવા પામી છે સરકારના સમાન કામ સમાન વેતનના નિયમને નેવે મૂકાઇ ગઇ હોય તેવું લાગી રહ્યું છે હોમગાર્ડ દળમાં રહી માનદ સેવા કરનારા સભ્યોના ચૂંટણી ભથ્થું હજુ ન ચૂકવાતા તેવાં તેમના માટે જવાબદાર કોને ગણી શકાય..? તેવી ચર્ચાઓ દળના સભ્યો માં ઉઠી રહી છે ત્યારે પોતાના પ્રાઈવેટ કામ-ધંધા મૂકી અને મહત્વની ફરજમાં આ જવાનો જતા હોય છે પરંતુ તેમના કામનું પુરુ મહેનતાણું નિયમ મુજબ કે સમય પર તેઓને મળતું નથી જેથી આ દળમાં જવાનો સક્રિય થતા રહ્યા છે ત્યારે સરહદી વિસ્તારમાં આગળનું મોરલ નીચે ઉતરતુ હોય તેવું લાગી રહ્યું છે કેમકે આ જવાનોને સરહદી એલાઉન્સ પણ આપવામાં આવતું નથી તેથી આ જવાનો સાથે મજાક સમાન બાબત ગણાવાઈ રહી છે તેઓને કપડા ઘોલાઈના માત્ર ૪ રૂપિયા આપવામાં આવે છે.આ મોંઘવારીમાં જવાનોને એક દિવસના રૂપિયા ૩૦૦ તેમજ પરેડના રૂપિયા ૪૦ આપવામાં આવે છે જે હાસ્યાસ્પદ છે જોકે અન્ય રાજ્યમાં જવાનું કાયમી ગણાય છે ત્યારે ગુજરાતમાં જ આ જવાનોને કાયમી કરવા કે તેમનું પગારધોરણ વધારવા માટે કોઈ આગેવાનો કે અગ્રણીઓ આગળ આવતા નથી તે પણ એક વિચાર માગી લે તેવો યક્ષ પ્રશ્ન છે ત્યારે આ જવાનોને પણ સમાન સમાન વેતન મળવું જોઇએ તેવી લાગણી દળમાં પ્રસરી રહી છે

રિપોર્ટ : બિમલ માંકડ 78746 35092 ધર્મેશ જોગી 98791 87080

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY