શ્રીનગર,
જમ્મુ કાશ્મીરમાં આંતરરાષ્ટ્રીય સરહદ અને એલઓસી નજીક રહેતા નાગરીકોના જીવની સુરક્ષા માટે જમ્મુ કાશ્મીરની સરહદે રૂ. ૪૦૦ કરોડના ખર્ચે ૧૪૦૦૦થી વધુ બંકરો બાંધવા માટે કેન્દ્ર સરકારે મંજૂરી આપી હતી. આ બંકરોમાં ૧૩૦૨૯ વ્યક્તિગત બંકર અને ૧૪૩૧ સામૂહિક બંકર બનાવાશે.
સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે જમ્મુ કાશ્મીરમાં આંતરરાષ્ટ્રીય સરહદ અને એલઓસી નજીક રહેતા નાગરીકોના જીવની સુરક્ષા માટે ભારત સરકારે રૂ. ૪૧૫.૭૩ કરોડના ખર્ચે ૧૪૪૬૦ બંકર બાંધવાની બાબતને મંજૂરી આપી છે.
જમ્મુ વિસ્તારમાં બંધાઇ રહેલા સુરક્ષા બંકરો અને બચાવ શેલ્ટરનાં બાંધકામની પ્રગતિનું જાહેર બાંધકામ વિભાગનાં પ્રધાન નઇમ અખ્તરે કર્યું હતું.
પાકિસ્તાની ગોળીબાર અને તોપમારાથી લોકોને બચાવવા માટે બચાવ શેલ્ટર આઇબી અને એલઓસીની સરહદ નજીક પણ બાંધવામાં આવશે.
પૂંચ અને રાજારી જિલ્લામાં આઇબી એલઓસી નજીક ૭૨૯૮ બંકર અને જમ્મુ, કઠુઆ તથા સાંબા જિલ્લામાં આઇબી નજીક ૭૧૬૧ બંકરો ભૂગર્ભમાં બાંધવામાં આવશે. ૧૬૦ સ્કે. ફૂટના વ્યક્તિગત બંકરમાં આઠ વ્યક્તિ અને ૮૦૦ સ્કે. ફૂટના કમ્યુનિટી બંકરમાં ૪૦ વ્યક્તિ રાખવાની ક્ષમતા રહેશે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




