કાન્સ,તા.૧૫
મોઝાર્ટ આૅફ મદ્રાસના હુલામણા નામે જાણીતા ઓસ્કાર વિજેતા સંગીતકાર એ આર રહેમાને કાન્સ ઇન્ટરનેશનલ ફિલ્મ્સ ફેસ્ટિવલમાં ઇફતાર યોજી હોવાની જાણકારી મળી હતી.
કાન્સ ઇન્ટરનેશનલ ફિલ્મ્સ ફેસ્ટિવલનો દબદબાભેર આરંભ થયો હતો. રહેમાન ભારતની પહેલવહેલી વર્ચ્યુઅલ રિયાલિટી ફિલ્મ પોતાની ‘લા મસ્ક’ના પ્રમોશન માટે કાન્સ પહોંચ્યા હતા.
રહેમાને ઇન્સ્ટાગ્રામ પર પોતાની ઇફતાર સહિતના કેટલાક ફોટોગ્રાફ શૅર કર્યા હતા. રહેમાન ખૂબ હળવા મિજાજમાં હતા એમ એમની નિકટનાં સૂત્રોએ કહ્યું હતું. એક ફોટોગ્રાફમાં પોતે એપલ જ્યુસનો ગ્લાસ હાથમાં રાખીને બેઠા છે અને ટેબલ પર સલાડ સજાવાયેલો છે એ જોઇ શકાય છે. રહેમાને આ ફોટોગ્રાફ સાથે લખ્યું હતું, ૮-૫૧ ઇફતાર… રહેમાને પોતાની ફિલ્મના એક ગીતની પંક્તિ પણ પોસ્ટર રૃપે ટાંકી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




