સુરત, તા. ૨૫
સુરતના ઉધના કલ્યાણ કુટીરમાં રોકડા બે લાખ અને સોનાના દાગીના મળી કુલ્લે રૂ. ૫.૩૫ લાખની ચોરી થઈ હતી. ઉધનાના ઘરમાંથી મોટી રકમની ચોરી થતા સ્થાનિક પોલીસ દોડતી થઈ ગઈ હોવાનું જાણવા મળે છે.
ઉધના પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત હાઉસિંગ બોર્ડ પ્લોટ નં. ૩૯૬, બીજા માળે ફરિયાદી ધનંજ્ય દેવીદાસ બાવીસંકરના મકાનમાંથી અજાણ્યા તસ્કરો રોકડા રૂપિયા બે લાખ, રૂ. ૩.૩૫ લાખના સોનાની દાગીના મળી કુલ્લે રૂ. ૫.૩૫ લાખની મતા ચોરી કરી ગયા હતા. ઉધના પોલીસે ફરિયાદ નોંધી પો.ઈ. ડી. ડી. પવારે તપાસ હાથ ધરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





