રાજપીપળા શહેરમાં લો વોલ્ટેજની સમસ્યા બાબતે વીજ કંપનીના એમ. ડી.ને રજુઆત

0
9

વર્ષોથી સમસ્યાનો કોઈ ઉકેલ ન લાવતા સ્થાનિક સત્તાધીશોની આળસ ખંખેરવા વડી કચેરીમાં એક સ્થાનિક એ કરી રજુઆત 

એમડી આંધ્ર અગ્રવાલ મેડમે આ બાબતે તપાસ કરી ઘટતું કરવા ખાતરી આપી 

રાજપીપળા : રાજપીપળા શહેરમાં વીજ કંપની ના અંધેર વહીવટ ની વારંવાર ફરિયાદ ઉઠી છે છતાં સ્થાનિક વીજ કંપનીના અધિકારી ઓ જાણે ગ્રાહકો પગાર નહીં લેતા હોય એમ કોઈ ફરિયાદ પર યોગ્ય ધ્યાન આપતા નથી જેમાં ખાસ કરીને રાજપીપળા શહેરના મોટાભાગના વિસ્તારોમાં ઉનાળા ની આકરી ગરમીમાં લો વોલ્ટેજ ની તકલીફ ગંભીર છે ત્યારે આ બાબતે વારંવાર સ્થાનિક આગેવાનો થી લઈને કેટલાય લોકોએ લેખિત ફરિયાદ આપવા છતાં ફક્ત આશ્વાસન આપી કામચોરી કરતા સત્તાધીશો ના પેટનું પાણી હલ્યું નથી જેમાં આ ઉનાળા માં સમગ્ર રાજ્યમાં ખતરનાક ગરમીથી લોકો તોબા પોકારી ઉઠ્યા છે ત્યારે રાજપીપળા શહેરમાં પણ 44 થી 45 ડિગ્રી તાપમાન ઊંચે ગયું છે ત્યારે આટલી ખતરનાક ગરમીમાં લો વોલ્ટેજ ના કારણે પંખા કુલરો સહિતના ઈલેકટ્રીક ઉપકરણો ઉપાડતા નથી કે તદ્દન ધીમા ચાલતા હોય બાળકો સહીત વૃધો હેરાન થઈ રહ્યા હોય એ બાબતે તાજેતરમાં પણ લોકો એ ફરિયાદો કરી છતાં આળસુ અધિકારીઓ પોતાની આળસ ન ખંખેરતા આખરે બુધવારે બપોરે રાજપીપળાના એક જાગૃત નાગરિકે વીજ કંપનીની સુરત કચેરીના એમડી આંધ્ર અગ્રવાલ મેડમ સાથે ટેલિફોનિક વાત કરી ફરિયાદ કરતા મેડમે આ બાબતે તપાસ કરી ઘટતું કરવા જણાવ્યું હતું ત્યારે કામગીરી બાબતે કડક છાપ ધરાવતા અગ્રવાલ મેડમ હવે સ્થાનિક અધિકારીઓ પર કેવા પગલાં લેશે અને ક્યારે આ સમસ્યાનો હલ આવશે એ જોવું રહ્યું .

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY