કાન્સ,તા.૩
હોલિવૂડના મોખરાના સર્જક ક્વેન્ટિન ટેરેન્ટીનોની આગામી ફિલ્મ વન્સ અપોન અ ટાઇમ ઇન હોલિવૂડનો વર્લ્ડ પ્રીમિયર કાન્સ ઇન્ટરનેશનલ ફિલ્મ્સ ફેસ્ટિવલમાં યોજાશે એવા અહેવાલ પ્રગટ થયા હતા.
ફિલ્મનો પ્રીમિયર ત્યાં યોજાવા ઉપરાંત આ ફિલ્મ સ્પર્ધામાં પણ સહભાગી થશે એવું હોલિવૂડ રિપોર્ટરના એક અહેવાલમાં જણાવાયું હતું. ૧૮ એપ્રિલે કાન્સ ફિલ્મ્સ ફેસ્ટિવલમાં રજૂ થનારી ફિલ્મોમાં આ ફિલ્મનું નામ કેમ રજૂ ન થયું એ જણાવતાં ક્વેન્ટિનના પ્રવક્તાએ કહ્યું કે ફિલ્મને ૩૫ મિલિમીટરમાં શૂટ કરવામાં આવી હોવાથી એના પોસ્ટ પ્રોડક્શનમાં વધુ સમય લાગી ગયો હતો. પરિણામે અમે કાન્સની યાદીમાં અમારું નામ મૂકાવી શક્યા નહોતા.
‘વાસ્તવમાં અમને લાગતું હતું કે જુલાઇ પહેલાં આ ફિલ્મનું એડિટિંગ મિક્સીંગ વગેરે કદાચ પૂરું નહીં થાય પરંતુ ટેરેન્ટિનો છેલ્લા ચાર મહિનાથી સતત એડિટિંગ રુમની બહાર નીકળ્યા નહોતા. દિવસ રાત એક કરીને તેમણે ફિલ્મ તૈયાર કરી નાખી અને હવે કાન્સ ફિલ્મ્સ ફેસ્ટિવલમાં એનો પ્રીમિયર શો યોજાશે’ એમ આ પ્રવક્તાએ કહ્યું હતું.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




