ન્યુ દિલ્હી,તા.૧
આજે પદ્મશ્રી ડા.ગોવિંદપ્પા વેંકટસ્વામીની ૧૦૦મી જયંતી છે. આ ખાસ અવસર પર ગૂગલે ડૂડલ બનાવીને તેમને યાદ કર્યા છે. ડા.ગોવિંદપ્પાએ પોતાનું સમગ્ર જીવન લોકોના જીવનમાંથી અંધત્વ દૂર કરવામાં સમર્પિત કરી દીધું હતું. તેઓ એક પ્રસિદ્ધ નેત્રરોગના ચિકિત્સક હતા.
વેંકટસ્વામીને તેમના નજીકના લોકો અને પ્રશંસક ડા.વીના નામથી બોલાવતા હતા. તેમનો જન્મ ૧ ઓક્ટોબર ૧૯૧૮ના રોજ તમિલનાડુના ખેડૂત પરિવારમાં થયો હતો અને તેમની મૃત્યુ ૭ જુલાઇ ૨૦૦૬ના રોજ મદુરાઇમાં થઇ હતી. ડા.ગોવિંદપ્પા વેંકટસ્વામીએ લાખો લોકોના જીવનમાં આંખોની રોશનીને પરત કરીને તેમના અંધકારમય જીવનમાં પ્રકાશ ફેલાવ્યો હતો.
વેંકટસ્વામીએ ચેન્નાઇમાં સ્ટેનલી મેડિકલ કોલેજમાંથી મેડિકલ ડિગ્રી પ્રાપ્ત કરી હતી અને ભારતીય સેનામાં મેડિકલ કોરમાં સામેલ થયા હતા. આ દરમિયાન તેઓ રૂમેટોઇડ ગઠિયા બિમારીનો શિકાર બન્યા હતા. આ બિમારીને કારણે તેઓ સર્જરી કરી શકતા નહતા તેથી તેમણે નેત્ર ચિકિત્સાનું અધ્યન શરૂ કરી દીધું હતું
વિવિધ ઉપકરોણોની મદદથી ડો ગોવિંદપ્પા વેંકટસ્વામી એક દિવસમાં ૧૦૦ મોતિયાબિંદની સર્જરી કરતા હતા. ધીમે-ધીમે વેંકટસ્વામી દેશના સૌથી સફળ મોતિયાના સર્જન તરીકે પ્રખ્યાત થઇ ગયા હતા. તેમણે લગભગ ૨૫ વર્ષ સુધી મોતિયાની સર્જરી કરીને પ્રશંસનીય કાર્ય કર્યું હતું.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"






