કપડવંજ,તા.૨૯
કપડવંજ-ડાકોર ચોકડી પાસે તળાવના વિકાસ માટેની કામગીરી છેલ્લા એક વર્ષથી ખોરંભે પડી છે. જેથી કરીને નગરજનોમાં તરેહ તરેહની ચર્ચા થઇ રહી છે. છેલ્લા એક વર્ષથી આ કામમાં કોઇ જ પ્રગતિ દેખાઇ રહી નથી. જેથી કરીને આ કામગીરી વહેલી તકે શરૂ કરવામાં આવે તેવી માગણી સ્થાનિકો કરી રહ્યા છે. આ અંગે સ્થાનિક પ્રજાજનોએ જણાવ્યું હતું કે, કપડવંજ ડાકોર ચોકડી પાસે તળાવ ડેવલોપમેન્ટનું કામ ૩.પ૧ કરોડના ખર્ચે કરવાનું નક્કી થયું હતું.
જેમાં તળાવની ઉંડાઇ ૫થી ૬ મીટર રાખવાની સાથે સાથે તળાવની ફરતે ૧૦૦ મીટર ગોળાઇના આરસીસી દીવાલ, રેલીંગનું કામ તેમજ તેની ફરતે માટીનું પુરાણ કરી જગ્યાને સમતળ બનાવી તળાવની ફરતે વોકીંગ ટ્રેક, ફુડ સ્પેડ, એન્ટ્રી ગેટ, બાળકો માટે રમત ગમતના સાધનો, બગીચો, બેસવા માટે બાંકડા તેમજ સ્ટ્રીટ લાઇટનું કામ કરવાનું હતું. તળાવનું બ્યુટીફીકેશનનું કામ થતા તળાવની આજુબાજુ વોકવે તેમજ રોજગારીની તકો પણ ઉભી થઇ શકે તેમ છે. પરંત આ કામગીરી છેલ્લા એક વર્ષથી જાણે ખોરંભે પડી હોય તેવો ઘાટ સર્જાયો છે. એક વર્ષ પહેલા આ કામ શરૂ કરવામાં આવ્યું હતું. જે કામ હાલમાં બંધ છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



