મહિલા સૈનિકને માત્ર ચેતવણી આપીને મુક્ત કરવામાં આવી
બેર્કશાયર,તા.૨૧
ઇંગ્લેન્ડના બેર્કશાયર ખાતે એક મહિલા સૈનિકે તેના પુરુષ સાથી પર જાતીય સતામણી કર્યા હોવાનો મામલો સામે આવ્યો છે. પરંતુ તેમ છતાં પણ તેની સામે કોઈ કડક પગલા લેવામાં આવ્યા નથી. મીડિયા રિપોર્ટ મુજબ ૨૫ વર્ષની કોરી એલિસ હોલમેસ નામની મહિલા સૈનિકે દારૂના નશામાં રાત્રે ૩ વાગે તેના એક જુનિયર પુરુષ સાથીનું જાતીય શોષણ કર્યુ હતું.
જાકે હવે બ્રિટિશ મીડિયામાં આ મુદ્દે કેટલાક સવાલ ઉભા થયા છે કે જા મહિલા સૈનિકની જગ્યાએ પુરુષ સૈનિકે આ અપરાધ કર્યો હોત તો તેને જેલ ભેગો કરવામાં આવ્યો હોત. પરંતુ મહિલા સૈનિકને માત્ર ચેતવણી આપીને મુક્ત કરવામાં આવી છે.
રિપોર્ટ મુજબ મહિલા સૈનિક એ જ રેજિમેન્ટમાં છે જેનાથી પ્રિંસ વિલિયમ અને પ્રિંસ હૈરી જાડાયેલ છે. આ ઘટના રવિવારની છે. સૂત્રો મુજબ આ ઘટનાના સમયે પુરુષ સૈનિકે બૂમો પાડતા અન્ય સૈનિક ત્યાં ભેગા થયા હતા.
ત્યારે બાદ રેજિમેન્ટના ઉચ્ચ અધિકારીએ મહિલા સૈનિકને ચેતવણી આપીને કહ્યું કે જો આ પ્રકારની ઘટના ફરીથી થઈ તો તેમને આર્મીમાંથી સસ્પેન્ડ કરવા આવશે. જ્યારે પુરુષ સૈનિકે પણ આ ઘટના સામે કોઈ કડક કાર્યવાહી ન થવા સામે વિરોધ વ્યક્ત કર્યો છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



