કરાંચી,તા.૧૯
ઈન્ટરનેશનલ હોકી ફેડરેશન (એફ. આઈ. એચ.) દ્વારા પ્રો લીગની જવાબદારીને ન પહોંચી વળવા માટે પાકિસ્તાન હોકી ફેડરેશનને ૧૭૦,૦૦૦ યુરોનો જંગી દંડ ફરમાવ્યો છે, પણ આર્થિકપણે કંગાળ રહેતા પી. એચ. એફ.એ કહ્યું હતું કે પોતે આ રકમ ભરપાઈ કરવાને અશક્ત છે.
આર્જેન્ટિના, આૅસ્ટ્રેલિયા અને ન્યૂ ઝીલેન્ડમાં યોજાયેલ પ્રો લીગની મેચોમાં પોતાની ટીમ રમવા ન મોકલવા માટે પાકિસ્તાનને આ દંડ કરાવાનો નિર્ણય એફ. આઈ. એચ.ની એક્ઝિક્યુટિવ બાર્ડની છેલ્લી બેઠકમાં લેવામાં આવ્યો હતો. એફ. આઈ. એચ.એ દંડની રકમ ભરપાઈ કરવા માટે પી. એચ. એફ.ને ૨૦મી જૂન સુધીનો સમય આપ્યો છે અને નહીં તો તે રકમને બમણી કરવામાં આવશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



