ઈમરાનની મુશ્કેલીમાં વધારો, પાકિસ્તાનમાં ઘઉંના લોટની કિંમત રૂ. ૪૭ પ્રતિ કિલો

0
3

કરાચી,તા.૩૧
પરમાણુ યુદ્ધની ધમકી આપનાર પાકિસ્તાનમાં રોટલી માટે પણ ફાંફાં મારવાનો વારો આવ્યો છે. પાકિસ્તાનમાં ઘઉંની કિંમત આસમાને પહોંચી ગઇ છે. આ જ મહિનામાં ઘઉંની કિંમતમાં ત્રીજીવાર વધારો નોંધાયો છે.
વર્તમાન સમયમાં પાકિસ્તાનમાં સામાન્ય શ્રેણીના લોટની કિંમત રૂ.૪૪.૫૦ પ્રતિ કિલો, જ્યારે સુપર ફાઇન અને ફાઇન શ્રેણીના લોટની કિંમત રૂ.૪૭.૫૦ પ્રતિ કિલો સુધી પહોંચી ગઇ છે. આખરે એક પેકેટ પાઉંરોટી રૂ.૪૦થી ૮૦ની કિંમતે વહેચાય છે. સારી ગુણવત્તાવાળા ચોખાની કિંમત રૂ.૧૩૦.૪૭ પ્રતિ કિલો સુધી પહોંચી ગઇ છે.
આ વર્ષના એપ્રિલ મહિના પછીથી સામાન્ય શ્રેણીના લોટની કિંમતમાં રૂ.૧૧ પ્રતિ કિલોના ભાવથી વધારો થયો છે. દેશમાં ઘેરાતા ખાદ્યપદાર્થોના ઘટની સમસ્યાથી પાકિસ્તાનના શાસકોની ઉંઘ ઉડી ગઇ છે.
પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને આદેશ આપ્યો છે કે, ઘઉંના લોટની વધી રહેલી કિંમતો પર કાબુ મેળવવાનો પ્રયત્ન વધારવામાં આવે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ મહિને બકરી ઇદના તહેવાર પર કિંમતોમાં વધારે ઉછાળો જોવા મળ્યો હતો. તેના પછી બીજીવાર ૨૨ ઓગસ્ટના રોજ કિંમતમાં વધારો થયો હતો.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY