લગ્ન નહીં કરેલો માતા-પિતાને કંઈક કરી નાખવાની ધમકી
સુરત, તા. ૨૮
વરાછામાં યુવકે ઘરમાં ઘૂસીને સગીરવયની કિશોરીને લગ્ન નહીં કરશે, તો મા-બાપને કંઈ કરી નાખવાની ધમકી આપી શારીરિક છેડછાડ કરી હોવાનો બનાવ વરાછા પોલીસ મથકે નોંધાયો હતો.
વરાછા પોલીસ સૂત્રોના વરાછા ખોડીયાર કોલોની પીપળાવછાની શેરીમાં રહેતો અજય નામનો વ્યકિત ફરિયાદીના ઘરમાં ઘૂસીને ફરિયાદીની ૧૫ વર્ષિય દીકરીને તુ મારી સાથે લગ્ન કરી લે નહીં કરે તો તારા મા-બાપને કંઈ પણ કરી દઈશ, તેમ ધમકી આપી શારીરિક છેડછાડ કરી હતી. તેમજ ફરિયાદીના પતિને ગામે આપી તમારાથી થાપ તે કરી લેવાની ધમકી આપી નાસી ગયા હતા. બનાવ અંગે વરાછા પોલીસે પોસ્કો એકટ અન્વયે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



