“સાત્વિક મર્મનો કેફ” : ‘કર્મ કેફે’ !

0
113

ગાંધી વિચારધારાને ઉજાગર કરવાનો એક નવતર અને નમ્ર પ્રયાસ એટલે ગાંધીજીએ પોતાના કર્મ માટેનું જેને ધામ માન્યુ હતું તે જવજીવન ટ્રસ્ટ, ગુજરાત વિદ્યાપીઠ પાછળ : આશ્રમ રોડ, અમદાવાદ.

ગાંધીજીના સિદ્ધાંતોને સમજ્યા વગર વિરોધ કરનારાઓએ ખાસ મુલાકાત લેવા જેવું સત્વસભર, આહલાદક તથા રમણીય પારિવારિક સ્થળ !

એક અનોખું ધામ જ્યાં પ્રસન્નતેના માધ્યમો : ભારતીય જીવન + સંસ્કૃતિ, છપાઈ, પુસ્તકો, નયનરમ્ય ખાદી વસ્ત્રોનો શો રૂમ ઉપરાંત નિશંક પ્રસંશનીય પારંપરિક આહાર : એને wholesome food કહેવું કે soul-some food !?

જીવન જેમ કર્મનો યજ્ઞ છે તેમ ભોજન પણ યજ્ઞની એક આહુતિ જ છે. કારણ કે, આપણે વિવિધ વ્યંજનોનો હોમ જઠરાગ્નિમાં કરીએ જ છીએ.

તાજુ આલુ પાલક શાક સ્વાહા
રસાળ રાજમા સબ્જી સ્વાહા
લીલા નારિયેળનો શીરો સ્વાહા
કાંદા કઢી અને ખીચડી સ્વાહા
જુવારની કડક ભાખરી સ્વાહા

જઠરના અગ્નિને આવા સાત્વિક ભોજનની આહુતિ મળે તો અગ્રિ કેટલો પ્રજ્વલિત થાય અને આ હોમનું ફળ શરીરને કેટલું સત્વ આપે તેનો અંદાજો લગાવવો — કર્મ કેફે, નવજીવન ટ્રસ્ટની મુલાકાત લીધા વગર — ખૂબ જ મુશ્કેલ છે.

કર્મ કેફેના સાદા છતાં ગમતીલા ભોજનમાં બને તેટલો ઓર્ગેનિક વસ્તુઓનો જ ઉપયોગ કરવામાં આવે છે. બજારમાં મળતા બીજા ભોજન જેવું ચટપટું નથી હોતું પણ સ્વાદેન્દ્રિયને પરમ સંતોષ આપી શકે તેટલું spicy તો હોય જ છે.

થોડોક સમય લઈને આ, અગમ્ય આભાથી ભરપૂર જગ્યાએ ખાસ આવવું જોઈએ. ગાંધી વિચાર શૈલીના અનેક પુસ્તકો અહી ફ્રી વાંચી શકાય છે. ખાસ આગ્રહ છે કે અહિં જમતા જમતા સંસ્કાર સર્જતા અને ભારતની હકીકત વર્ણવતા પુસ્તકોના એક-બે પાના પણ જરૂર વાંચજો, તમને ક્યારેક જીવનના મૂંઝવતા પ્રશ્નોનો ઉકેલ મળી જશે !!

અમદાવાદમાં હોવ ને આ કુદરતી ને વાતાનુકૂલિત, એમ બેઉ મિશ્રણ ધરાવતી જગ્યાની મુલાકાત ન લો તો જાત સાથે અન્યાય કરી રહ્યા છો તેમ જરૂર માનજો. Yes, Seeing is Believing.

નિલેશ ધોળકિયા

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY