વાશિંગ્ટન,તા.૧૯
કાર બગડી જતા નોકરી પર પહોંચવા ૩૨ કિમી ચાલ્યો
અમેરિકાના અલાબામામાં એક કર્મચારી ઓફિસે પહોંચવા માટે ૩૨ કિલોમીટર ચાલ્યો હોવાની ખબર વાયરલ થયા બાદ બોસે નોકરીના પહેલા જ દિવસે તેને કારની ગિફ્ટ આપી દીધી હતી.
અમેરિકામાં સોશ્યલ મીડિયા પર પણ આ ઘટનાની ખૂબ ચર્ચા છે.અલાબામાના રહેવાસી વોલ્ટર કારને નવી નોકરી મળી હતી.બન્યુ એમ કે પહેલા દિવસે જ વોલ્ટરની ગાડી ખરાબ થઈ ગઈ હતી.એ પછી તેણે ઘરેથી ઓફિસ સુધી પગપાળા જવાનુ નક્કી કર્યુ હતુ.તે મધરાતે જ ઓફિસ જવા નીકળી ગયો હતો,સવારે પેટ્રોલિંગ કરી રહેલી પોલીસે વોલ્ટરને જાઈને પૂછપરછ કરી હતી.
પોલીસ પણ વોલ્ટરની વાત સાંભળી અચંબામાં પડી ગઈ હતી.પોલીસ ઓફિસરે પહેલા તો તેને બ્રેકફાસ્ટ કરાવ્યો હતો અને એ પછી ઓફિસે છોડ્યો હતો.પોલીસ ઓફિસરે આ કિસ્સો ફેસબૂક પર શેર કર્યો હતો.ઓફિસની પોસ્ટ થોડી મીનિટોમાં વાયરલ થઈ ગઈ હતી.જેની જાણ કંપનીના સીઈઓને પણ થઈ હતી.
સીઈઓ લ્યુક માર્કલિને વોલ્ટર માટે કંઈક અલગ કરવાનુ વિચાર્યુ હતુ.તેમણે પોતાની ૨૦૧૪ના મોડેલની ફોર્ડ કાર ગિફ્ટ કરી દીધી હતી.લોકો વોલ્ટરની સાથે સાથે કંપનીના સીઈઓની અને પોલીસની પણ પ્રશંસા કરી રહ્યા છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.


"વંદે માતરમ ,ભારત માતાકી જય"





