ભરૂચ જિલ્લા પંચાયત માં અલગ અલગ સમિતિ ના ચેરમેનની વરણી કરાઈ.

0
292

આજ રોજ ભરૂચ જિલ્લા પંચાયત સભાખંડ ખાતે જિલ્લા પંચાયતની અલગ અલગ સમિતિના ચેરમેનો ની વરણી કરવામાં આવી હતી.

ભરૂચ જિલ્લા પંચાયતમાં અઢી વર્ષની સાશન પૂરૂ થાય બાદ પુનઃ એક વખત કોંગેસ અને જનતાદળ યુ દ્રારા બહુમતી સાબિત કરી ફરી એક વખત અઢી વર્ષ માટે સત્તા હાંસલ કરી હતી.ત્યાર બાદ ખાસ સામાન્ય સભામાં વિવિધ સમિતિઓના સભ્યોની જાહેરાત થયા બાદ આજ રોજ સવારે ભરૂચ જિલ્લા પંચાયત સભાખંડ ખાતે પ્રમુખ જશુબેન પઢીયાર અને ઉપ પ્રમુખ અનિલ ભગત ની અધ્યક્ષતામાં અલગ અલગ સમિતિના ચેરમેનોની વરણી કરવામાં આવી હતી.

જેમાં કારોબારીના ચેરમેન તરીકે પુનઃ જનતા દળ યુ ના અનિલ ભગતની વરણી કરવામાં આવી હતી.જયારે શિક્ષણ સમિતિના ચેરમેન તરીકે સરલાબેન વસાવાની વરણી કરવામાં આવી હતી.આરોગ્ય સમિતિના ચેરમેન તરીકે તનુજાબેન દાયમાંની વરણી કરવામાં આવી હતી.જયારે બાંધકામ સમિતિના ચેરમેન તરીકે મરીયમબેન અભલીની વરણી કરવામાં આવી હતી.તથા સામાજિક ન્યાય સમિતિના ચેરમેન તરીકે પરસોત્તમ વસાવા ની વરણી કરવામાં આવી હતી જ્યારે અપીલ સમિતિના ચેરમેન તરીકે હોદ્દાની રૂએ પ્રમુખ જશુબેન પઢીયાર સંભાળશે.

આમ ભરૂચ જિલ્લા પંચાયત ની કુલ ૮ સમિતિઓના ચેરમેનની વરણીઓ પૂર્ણ થતાં ભરૂચ જિલ્લા પંચાયત ના વિકાસના કામો ઝડપી પુરા કરવામાં આવશે તેમ પ્રમુખ અને ઉપ પ્રમુખ અનિલ ભગત દ્રારા જણાવામાં આવ્યુ હતુ.

આ સમયે ભરૂચ જિલ્લા પંચાયતના જિલ્લા વિકાસ અધિકારી ક્ષિપ્રા અગ્રે,ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પરિમલસિંહ રણા સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહી નવા ચેરમેનોને વધાવી લીધાં હતાં.

રિપોર્ટર:-પ્રકાશ મેકવાન,ભરૂચ.
મો:-9537920203.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY