કર્ણાટક ઈફેક્ટ : માયાવતી મ.પ્રદેશ,છત્તીસગઢ,રાજસ્થાનમાં ઉમેદવારોના નામ નક્કી કરવામાં વ્યસ્ત..!!

0
12

ન્યુ દિલ્હી,તા.૨૨
૨૦૧૪ના સાલની લોકસભા ચૂંટણીમાં યુપીમાં શૂન્ય સીટો પ્રાપ્ત કરવા પર માયાવતીનું કેરિયર ખત્મ થવાની ભવિષ્યવાણી કરાઇ રહી હતી. પરંતુ યુપીની પેટાચૂંટણી અને હવે કર્ણાટકમાં પોતાના ગઠબંધનને મળેલી જીતથી ઉત્સાહિત થઇને માયાવતી બીજા ત્રણ રાજ્યોમાં ભાજપની વિરૂદ્ધ મોર્ચાબંધીની તૈયારી કરી રહ્યાં છે.
યુપીની મોટી હાર બાદ માયાવતીનો રૂખ લચીલો થયો છે. તાજેતરમાં જ તેણે યુપીના ગોરખપુર અને ફૂલપુર પેટાચૂંટણીમાં સપા ઉમેદવારોનું સમર્થન કર્યું અને આ રીતે ભાજપને તેના ગઢમાં જ માત આપી. બુધવારના રોજ તેઓ જનતા દળ સેકયુલરના નેતા એચડી કુમારસ્વામીના શપથગ્રહણ સમારંભમાં સામેલ થવા જઇ રહ્યાં છે.
માયાવતીએ દક્ષિણની તરફ પગલાં વધાર્યા છે. કર્ણાટકમાં તેમની પાર્ટી જેડીએસની સાથે ગઠબંધનમાં સામેલ હતી. બસપા ત્યાં એક સીટ પ્રાપ્ત કરવામાં સફળ પણ થયા છે. રાજ્યમાં બસપાના અધ્યક્ષ એન.મહેશને કોલગેટ સીટ પર જીત મળી છે.
માયાવતી આટલાથી થોભ્યા નથી. તેઓ આગળ પણ ભાજપને ઘેરવાની તૈયારીમાં લાગી ગયા છે. છેલ્લાં કેટલાંક દિવસથી તેઓ દિલ્હીમાં હતા અને તેમણે મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાનમાં પાર્ટીના વિધાનસભા ઉમેદવારોના નામ નક્કી કરવા અને રણનીતિ બનાવા પર કામ કર્યું. આ ત્રણેય રાજ્યોમાં હાલ ભાજપનું શાસન છે. તેઓ આ રાજ્યોના બસપા નેતાઓને મળીને વોટરોના મુદ્દા અંગે ફીડબેક લઇ રહ્યાં છે.
માયાવતી સાથે જોડાયેલા સૂત્રો કહે છે કે કાંગ્રેસે આ ત્રણેય રાજ્યોમાં ગઠબંધન માટે તેમનો સંપર્ક કર્યો હતો, પરંતુ હજુ તેમણે તેના પર કોઇ જવાબ આપ્યો નથી.
માયાવતી હવે કર્ણાટકમાં તો બેસ બનાવી જ ચૂકયા છે, હરિયાણામાં પણ તેમણે વિપક્ષના નેતા ઓમ પ્રકાશ ચૌટાલાની પાર્ટી ઇન્ડિયન નેશનલ લોકદળની સાથે ગઠબંધન કર્યું છે. લોકસભા ચૂંટણીમાં માયાવતી યુપી સિવાય બીજા રાજ્યોમાં પણ પોતાના કેન્ડિટેડને ઉભા કરી શકે છે.
યુપીમાં ૨૦૧૯ માટે એક ચૂંટણી અગાઉ ગઠબંધન બનાવા માટે અખિલેશ તેમનો સંપર્ક કરી ચૂકયા છે. જો કે યુરીના ભાજપ નેતા અને પ્રવકતા રાકેશ ત્રિપાઠી કહે છે કે માયાવતી પોતાના રાજકીય અસ્તિત્વની લડાઇ લડી રહ્યાં છે. તેમને પાછલી લોકસભા ચૂંટણીમાં એક સીટ પણ મળી નહોતી અને ૨૦૧૭ની વિધાનસભા ચૂંટણીમાં તેની ખરાબ રીતે હાર થઇ હતી. તેમણે જો જાતિનું રાજકારણ ચાલુ રાખ્યું તો બસપા ફરી કયારેય ઉભી થઇ શકશે નહીં.
(જી.એન.એસ)

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY