બ્યૂનસ આયર્સ,તા.૧
ભાગેડુ આર્થિક આરોપીઓ પર લગામ લગાવવા વડાપ્રધાને જી-૨૦ સમિટમાં ૯ સૂચનોનો એજન્ડા આપ્યો છે. સંમેલનના બીજા દિવસે મોદીએ કહ્યું કે, આર્થિક આરોપીઓની ઓળખ, પ્રત્યપર્ણ અને તેમના વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી માટે સર્વસમ્મત પ્રક્રિયા હોવાનું સૂચન આપ્યું છે. આ મુદ્દા પર જી-૨૦ દેશો વચ્ચે મજબૂત અને સક્રિય સહયોગ પ્રક્રિયા જરૂરી હોવાનું પણ ગણાવ્યું છે. જી-૨૦ દેશોએ ભાગેડુ આર્થિક આરોપીઓની સંપત્તિ જાણવાના પ્રયાસો પણ શરૂ કરવા જાઈએ.
જી-૨૦ દેશોને ભારતના ૯ સૂચન
– ભાગેડુ આર્થિક આરોપીઓનો સંયુક્ત રીતે ઉકેલ લાવવા માટે જી-૨૦ દેશો વચ્ચે પ્રભાવી અને સક્રિય સહયોગ પ્રક્રિયા થવી જાઈએ.
– આવા આરોપી વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી અને જલદી પ્રત્યર્પણ માટે સભ્ય દેશો વચ્ચે સહયોગ હોવો જાઈએ.
– જી-૨૦દેશોએ એવું મેકેનિઝ્મ બનાવવું જાઈએ જેનાથી ભાગેડુ આર્થિક આરોપીની એકબીજાના દેશમાં એન્ટ્રી રોકી શકાય અને કોઈ દેશ તેમના માટે સુરક્ષીત આસરો આપનાર ન બની જાય.
– ભ્રષ્ટાચાર વિરુદ્ધ આંતરરાષ્ટ્રીય સહયોગના સંબંધમાં સંયુક્ત રાષ્ટ્રના સિદ્ધાંત પ્રભાવી રીતે લાગૂ થવા જાઈએ.
– ફાઈનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ (એફએટીએફ) દ્વારા એવી સિસ્ટમ તૈયાર થવી જાઈએ જેનાથી સંબંધીત સંસ્થાઓ અને ફાઈનાન્શિયલ ઈન્ટેલીજન્સ યૂનિટ વચ્ચે યોગ્ય સમયે સૂચનાઓનું આદાન-પ્રદાન થઈ શકે.
– એટીએફને ભાગેડુ આર્થિક આરોપીઓની પરિભાષા નક્કી કરવાની જવાબદારી સોંપવામાં આવી જાઈએ.
– ભાગેડુ આર્થિક આરોપીની ઓળખ, પ્રત્યર્પણ અને તેમના વિરુદ્ધ કાર્યવાહી માટે એફએટીએફના એવા માનક બનાવવા જાઈએ જેમાં દરેક જી-૨૦ દેશ સહમત હોય.
– પ્રત્યર્પણ અને કાયદાની મદદથી હાલના નિયમોમાં કમી અને સફળ પ્રત્યર્પણ કેસના એકબીજા સાથે શેર કરવા માટે કોમન પ્લેટફર્મ હોવું જાઈએ.
– જી-૨૦ ફોરમે ભાગેડુ આર્થિક આરોપીની સંપત્તિ જાણવાનો પ્રયાસ કરવો જાઈએ. જેથી આરોપીઓ પાસેથી પૂરતી વસુલી કરી શકાય.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




