કર્ણાટકના ૧૨ જિલ્લામાં એલર્ટ : માછીમારોને દરિયામાં ન જવા ચેતવણી

0
30

તિરૂવનંતપુરમ,તા.૫
ઓગસ્ટમાં દક્ષિણ પશ્ચિમ વરસાદનો કહેર ભોગવી ચૂકેલા કેરળમાં ફરી ભારે વરસાદની આશંકા વ્યક્ત કરાઇ છે. તેથી રાજ્ય સરકારે ગુરુવારે આપત્તિથી બચવાની તૈયારીઓ શરૂ કરી છે. હવામાન વિભાગે પાડોશી રાજ્ય તમિલનાડુ અને પુડુચેરીમાં પણ ભારે વરસાદની ચેતવણી આપી છે.
ભારતીય હવામાન વિભાગ દ્વારા રજૂ કરવામાં આવેલા બુલેટિન મુજબ, દક્ષિણ પૂર્વ અરબ સમુદ્ર ઉપર બનેલા નીચા દબાણના ક્ષેત્રના કારણે સાત ઓક્ટોબર (રવિવાર)થી કેરળ, તમિલનાડુ અને પુડુચેરીના મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. નીચા દબાણનું આ ક્ષેત્ર ચક્રવાતી તોફાનમાં પરિવર્તિત થઈ શકે છે જેના કારણે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શકયતા છે.
હવામાન વિભાગના અનુમાન પ્રમાણે કેરળના ઇડુક્કી અને મલપપુરમ જિલ્લાઓમાં રેડ એલર્ટની જાહેર કરાયું છે. આપત્તિ સંચાલન પ્રાધિકરણના અધિકારીઓએ ગુરુવારે તૈયારીઓની સમીક્ષા કરી હતી. અધિકારીઓને ડેમના જળસ્તર પર નજર રાખવાની સૂચના આપવામાં આવી છે. થ્રીસુર અને પલક્કડ જીલ્લામાં ડેમના દ્વાર ખોલી દેવામાં આવ્યા છે જેથી વધારાના પાણીનો નિકાલ કરી શકાય.
આ ઉપરાંત શનિવારથી દરિયામાં પણ પરિસ્થિતિ ખરાબ રહેવાની આશંકા છે, તેથી માછીમારોને દરિયામાં ન જવાની ચેતવણી આપવામાં આવી છે. તમિલનાડુમાં જિલ્લા કલેક્ટરોને તમામ સાવચેતીના પગલાં ભરવા માટે જણાવવામાં આવ્યું છે. ચેન્નાઈ અને પુડુચેરીમાં છેલ્લા ૨૪ કલાકથી વરસાદ વરસી રહ્યો છે. પુડુચેરીમાં ગુરુવારે ભારે વરસાદના કારણે મોટાભાગની શાળા-કોલેજા બંધ રાખવામાં આવી હતી.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY