કરૂણા અભિયાન અંતર્ગત રીસ્પોન્સ સેન્ટંર તેમજ હેલ્પલાઇન શરૂ કરાઇ

0
34

ભુજ, મંગળવારઃ

        દર વર્ષની એમ આ વર્ષે પણ ઉત્તરાયણ ઉત્સવ-૨૦૧૯ દરમ્યાન પતંગના દોરાથી પક્ષીઓને થતી ઈજાઓ તથા મૃત્યુના બનાવ અટકાવવા માટે આગામી તા.૧૦/૧/૨૦૧૯ થી તા.૨૦/૧/૨૦૧૯ ના ગાળા દરમ્યાન રાજય સરકાર દ્વારા કરૂણા અભિયાન અમલમાં આવેલ છે.

 આગામી ઉતરાયણના તહેવારને અનુલક્ષીને રાજય સરકારના કરૂણા અભિયાન અંતર્ગત વન વિભાગ દ્વારા દરેક તાલુકાના મુખ્‍ય સેન્‍ટરે (રેંજ ફોરેસ્‍ટ ઓફીસરની કચેરી) એ રિસ્‍પોન્‍સ સેન્‍ટર શરૂ કરવામાં આવેલ છે. કરૂણા અભિયાન દરમ્‍યાન પતંગ તેમજ દોરા તથા અન્‍ય કોઇ રીતે ઘાયલ થયેલ પંખીઓને સારવાર આપવા માટે નીચે દર્શાવેલ સ્‍થળોએ હેલ્‍પલાઇન પર જાણ કરવા અપીલ કરવામાં આવી છે.

હેલ્‍પલાઇન નંબર ભુજ માટે એસ.આર.રાઠોડ મો.નં.૯૮૨૫૨૭૧૯૫૦, અંજાર માટે પી.એમ.જાદવ મો.નં.૯૮૨૫૦૬૪૮૬૯, ગાંધીધામ માટે જિતેન્દ્ર ઝિંઝોલા મો.નં.૯૭૨૩૫૪૦૩૨૫, ભચાઉ માટે વી.આઇ.રાઠોડ મો.નં.૯૯૨૪૯૧૩૯૪૦, રાપર માટે આર.કે.પરમાર મો.નં.૯૩૭૪૨૦૩૮૭૮, માંડવી માટે કૌશિક ખેર મો.નં.૯૪૨૮૧૫૧૫૩૦, નખત્રાણા માટે પ્રદિપ વાઘેલા મો.નં.૭૦૧૬૩૬૨૨૯૩, મુન્‍દ્રા માટે વિક્રાંતસિંહ જાડેજા મો.નં.૯૯૨૫૨૨૬૩૩૪, અબડાસા માટે આર.કે.સોઢા મો.નં.૯૪૨૭૮૧૮૯૨૦ તેમજ લખપત માટે યુ.આર.મોરી મો.નં.૭૨૮૫૮૦૫૬૫૬નો સંપર્ક સાધવા નાયબ વન સંરક્ષક, વિસ્તરણ વન વિભાગ, ભુજની યાદીમાં જણાવાયું છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY