મુંબઈ,તા.૨૯
રાઇટર તુષાર હિરાનંદાનીની ફિલ્મોગ્રાફીમાં ‘ઢિશૂમ’, ‘એક વિલન’, ‘એબીસીડી ૨’ અને ‘ગ્રાન્ડ મસ્તી’નો સમાવેશ થાય છે. હવે તેઓ ડિરેક્શનમાં ઝંપલાવવા જઈ રહ્યા છે. આ ફિલ્મ દુનિયાનાં સૌથી વૃદ્ધ મહિલા શાર્પશૂટર્સ-૮૬ વર્ષના ચન્દ્રો તોમર અને ઉંમરમાં તેમનાથી પાંચ વર્ષ નાનાં તેમના સિસ્ટર ઇન લો પ્રકાશીની બાયોપિક છે.
આ ફિલ્મથી અનુરાગ કશ્યપ ફરી તેમની ‘રુમી’ તાપસી પન્ન્šની સાથે કામ કરશે. તેઓ શિબાશિષ સરકાર અને નીધિ પરમારની સાથે મળીને આ ફિલ્મને કો-પ્રોડ્યૂસ કરી રહ્યા છે. ‘વુમનિયા’માં બીજા મહત્વનો રોલ ભૂમિ પેડનેકર દ્વારા પ્લે કરવામાં આવશે. આ ફિલ્મ માટે જાન્યુઆરીના અંતમાં શૂટિંગ શરૂ થશે. આ ફિલ્મના પ્રોડક્શન સાથે સંકળાયેલા એક સોર્સે કહ્યું હતું કે, ‘આ ફિલ્મની ટીમ ઉત્તર પ્રદેશ જવા રવાના થશે કે જ્યાંની આ કહાણી છે. અહીં એક મહિનાનું શેડ્યૂલ રહેશે. આગામી થોડા દિવસમાં બંને એક્ટ્રેસીસ તૈયારીઓ શરૂ કરશે અને તેઓ માર્ચ સુધીમાં આ ફિલ્મનું શૂટિંગ કમ્પ્લીટ કરવા ઇચ્છે છે. આ બંને એક્ટ્રેસીસ આ ફિલ્મ માટે ખૂબ જ આતુર છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




