સાક્ષીઓની અરજી પર સુપ્રીમ કોર્ટ ૧૬ મેએ સુનાવણી કરશે
ન્યુ દિલ્હી,તા.૧૪
જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં આઠ વર્ષીય બાળકી સાથે સામૂહિક દુષ્કર્મ અને હત્યાના કેસમાં સાક્ષીઓની અરજી પર સુપ્રીમ કોર્ટ ૧૬ મેએ સુનાવણી કરાશે.
આ સાક્ષીઓનો આરોપ છે કે પોલીસ તેમને હેરાન કરી રહી છે. મુખ્ય ન્યાયાધીશ દીપક મિશ્રા, ન્યાયમૂર્તિ એ.એમ. ખાનવિલકર અને જજ ધનંજય વાઈ ચંદ્રચૂડની બેન્ચ સમક્ષ આજે સાહિલ શર્મા અને બે અન્યની અરજીનો ઉલ્લેખ કર્યો છે. આ બંને કિશોર આરોપીના કોલેજના મિત્ર છે.
બેન્ચ આ કેસમાં બુધવારે સુનાવણી કરવા માટે સહમત થઈ છે. સાક્ષીઓની અરજી અનુસાર તેઓ અગાઉ પણ પોલીસ અને મેજિસ્ટ્રેટ સમક્ષ પોતાના નિવેદન નોંધાવી ચૂક્યા છે.
આ ત્રણેયે મેજિસ્ટ્રેટ સમક્ષ પોતાના નિવેદનમાં કહ્યુ હતુ કે તેમણે ડરના કારણ પોલીસને નિવેદન આપ્યુ હતુ. અરજીમાં આરોપ લગાવાયો છે કે રાજ્ય પોલીસ હવે તેમને બીજીવાર રજૂ થવા અને નિવેદન નોંધાવવા માટે કહી રહ્યા છે અને તેમના પરિવારો પર દબાણ નાખી રહ્યા છે.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"