5-GL ની તૈયારીઓ શરૂ : ઇસરો દ્વારા ઉપગ્રહ GSAT-30 લોંચ

0
91

સંદેશવ્યવહાર ક્ષેત્રે ધરખમ સુધારા થશે,દક્ષિણ અમેરિકાના કૌરો ખાતેથી જીસેટ-૩૦ને લોન્ચ કરાયું,ઈન્સેટ -૪એ ની જગ્યા લેશે જીસેટ-૩૦,૧૫ વર્ષ સુધી કામ કરશે
કૌરો,તા.૧૭
ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO)નો સંચાર ઉપગ્રહ (કમ્યુનિકેશન સેટેલાઈટ) જીસેટ-૩૦ને શુક્રવારે સવારે યુરોપિયન અંતરિક્ષ એજન્સીથી સફતાપૂર્વક લોન્ચ કર્યો છે. તેને ભારતીય સમયાનુંસાર ૨ વાગ્યેને ૩૫ મિનિટે એરિયન-૫ રોકેટ દ્વારા રવાના કરાયો છે. નોંધનીય છે કે જીસેટ-૩૦ કમ્યુનિકેશન સેટેલાઈટ ઈનસેટ-૪છની જગ્યા લેશે, જેને વર્ષ ૨૦૦૫માં લોન્ચ કરવામાં આવતો હતો. આ ભારતીય ટેલિકમ્યુનિકેશન સેવાઓને સારી બનાવવામાં મદદરુપ બનશે.
જીસેટ-૩૦ સેટેલાઈટ સક્ષિણ અમેરિકાના ઉત્તર-પૂર્વ બેટ પર કૌરોના એરિયન લોન્ચિંગ સ્ટેશન પરથી લોન્ચ કરાયો છે. આ ભારતનો ૪૨મો એવો સેટેલાઈટ છે, જેને એરિયનસ્પેસના એરિયન રોકેટથી લોન્ચ કરાયો. જણાવી દઈએ કે એરિયન સ્પેસ યુરોપિયન સ્પેસ એજન્સી (ESA)ની વાણિજ્યિક શાખા છે અને ભારત સાથે જૂના સંબંધો છે. જેની મદદથી ઘણાં ભારતીય ઉપગ્રહને અંતરિક્ષમાં મોકલાય છે.
જીસેટ-૩૦ જીસેટ સીરિઝનો ઘણો શક્તિશાળી ઉપગ્રહ છે. તેની મદદથી દેશમાં કમ્યુનિકેશન સિસ્ટમ વધારે સારી બનશે. ઈસરોના જણાવ્યા પ્રમાણે, આ ઉપગ્રહ ઈનસેટ-૪છની જગ્યા લેશે અને તેની કવરેજ ક્ષમતા વધારશે. GSAT-30 સેટેલાઈટનું વજન લગભગ ૩૧૦૦ કિલોગ્રામ છે. આ લોન્ચિંગના ૧૫ વર્ષ સુધી કામ કરશે. કહેવાય છે કે આ કમ્યુનિકેશ સેટેલાઈટથી રાજ્ય સંચાલિત અને ખાનગી સર્વિસ પ્રોવાઈડર કંપનીઓને કમ્યુનિકેશન લિંક આપવાની ક્ષમતામાં સુધાર કરી શકાશે.
ઈસરોએ જણાવ્યું કે, આ ઉપગ્રહ કેયુ બેંડમાં ભારતીય મુખ્ય જમીન અને બેટોને, સી બેંડ ખાડી દેશો, મોટી સંખ્યામાં એશિયન દેશો અને ઓસ્ટ્રેલિયાને કવરેજ પ્રદાન કરે છે. ૩૦ વર્ષના મિશન સમયગાળાવાળા જીસેટ ઉપગ્રહ ડીટીએચ, ટેલિવિઝન અપલિગ અને વીસેટ સેવાઓ માટે ક્રિયાશીલ સંચાર ઉપગ્રહ છે.
ઈસરોએ કહ્યું કે જીસેટ-૩૦ કમ્યુનિકેશન પેલોડને આ અંતરિક્ષ યાનમાં વધારે ટ્રાન્સપોન્ડર લગાવવા માટે ખાસ તૈયાર કરાયો છે. સ્પેસ એજન્સી મુજબ ઉપગ્રહનો ઉપયોગ વ્યાપક રીતે વીસેટ નેટવર્ક, ટેલીવિઝન અપલિંકિંગ, ટેલીપોર્ટ સેવાઓ, ડિઝિટલ સેટેલાઈટ ખબર સંગ્રહણ (ડીએસએનજી), ડીટીએચ ટેલીવિઝન સેવાઓ વગેરે માટે કરાશે.
ઈસરોએ આ વર્ષે લગભગ ૧૦ સેટેલાઈટ્સ લોન્ચ કરવાની યોજના પર કામ કરી રહ્યું છે. તેમાં આદિત્ય એલ૧ સેટેલાઈટ સામેલ છે. આ સેટેલાઈટને ૨૦૨૦ના મધ્ય સુધી લોન્ચ કરવામાં આવશે. આ મિશન સૂર્ય પર અધ્યયન કરનારું પહેલું ભારતીય મિશન હશે. ઈસરોએ ગયા વર્ષે ૬ લોન્ચ વાહન અને ૭ સેટેલાઈટ મિશન લોન્ચ કર્યા હતા.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY