વરલી- મટકાનું જુગારનું વલણ લેતા ચાર જુગારીઓ પકડાયા

0
204

રૂ. ૧.૩૫ લાખની વધુનો મુદ્દામાલ કબજે લેવાયો
સુરત, તા. ૦૭
મહુવા ગામની સીમમાં આવેલા એક સ્મશાનગૃહની બાજુમાં વરલી મટકાનો જુગાર રમાડનારા ચાર જુગારીઓની ધરપકડ કરી રોકડા, મોબાલ ફોન તથા મોટર સાઈકલો મળી કુલ્લે ૧.૩૫ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે આ ગુનામાં બે આરોપીઓને પોલીસ ચોપડે વોન્ટેડ બતાવ્યા હતા.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, મહુવા સ્મશાનગૃહની બાજુમાં ભાવેશ ઓડ, મુકેશ પટેલ, ધર્મેશભાઈ રાઠોડ, નીતિનભાઈ ચૌધરી મુંબઈથી નીકળતા વરલી મટકાની ચિઠ્ઠીઓ, કલ્યાણ તથા મિલન બજારના આંકો પર જુગાર રમતા હતા. પોલીસને મળેલી એક બાતમીના આધારે દરોડા પાડી ૧૩,૩૦૦ રોકડા, ૬ નંગ ડુપ્લીકેટ પાનાની બૂક, કાર્બન પેપર, બોલપેન્ટ, ૩ નંગ મોબાઈલ ફોન, ૬ નંગ મોટર સાઈકલ મળી કુલ્લે ૧.૩૫ લાખનો મુદ્દામાલ જપ્ત કરી તમમની ધરપકડ કરી હતી. જ્યારે બે આરોપીઓ ફરાર થઈ જતા તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો. પોલીસે જુગારધારાની કલમ મુજબનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY