કેશોદ શહેરીજનો ને પીવાનું પાણી મુશ્કેલી થી મળે છે ત્યારે નગરપાલિકા સદસ્યો ના ઘરે પાણીના ટાંકા ઠલવાય છે..

0
673

વારંવાર બનતા આવા બનાવોથી શું દર વખતે નગરપાલિકા તંત્ર અજાણ હોવાનુ રટણ રટેછે

કેશોદ નગરપાલિકા ના સદસ્યો ના ઘરે નગરપાલિકાનાં ટેન્કર દ્વારા પાણી નાખવામાં આવે છે ત્યારે હાલમાં ચોમાસુ ખેંચાઈ જતાં લોકોને પીવાનું પાણી દસ થી બાર  દિવસે મળી રહે છે ત્યારે શહેરામાં આમ જોઈએ પાણી ની તીવ્ર તંગી દેખાઇ રહી છે તો બીજી તરફ મોટા ભાગના સદસ્યો પોતાના ઘરે અથવા સબંધી ના ઘરે પાણી ના ટાંકા પોચાંડી રહ્યા છે તેના દાખલા રૂપે વોર્ડમાં સાત ના નગરપાલિકા ના સભ્યોના ઘરે આ પાણીનું ટેન્કર ઠલવાય રહ્યુ છે ત્યારે શહેરીજનો મા અએવો પ્રશ્ન ચર્ચાય રહ્યો છે કે કેશોદ ના મોટા ભાગના વિસ્તારોમાં અને ખાસ કરીને સ્લમ વિસ્તારમાં આજે પીવાના પાણી નો પ્રશ્ન ઉદભવેલ છે ત્યારે આવી જગ્યા એ લોકો ને પાણીનું ટેન્કર રજૂઆત કરવા છતાં મળતું નથી..

આ બાબતે જાળશય અને વાહન શાખા ના હેડ ને પૂછતાં તેમણે જણાવ્યું કે આ બાબતે અમોને ખબર નથી..

અનેક વખત અંગત સ્વાર્થ માટે નગરપાલિકા અનેક સદસ્યો સતાનો દુરુપયોગ કરી રહ્યા હોવા છતા નગરપાલિકા તંત્ર દ્વારા કાયદેસરની કાર્યવાહી કેમ કરવામાં નથી આવતી તે પણ ચર્ચાનો વિષય બની ગયો છે

રીપોર્ટર :- મિતલકુમાર વાઢીયા
જુનાગઢ
મોબાઈલ નંબર :- +917878876716
વોટ્સએપ નંબર :- +919377662759
ઇ-મેઇલ :- vadhiyamital99@gmail.com

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY