ખરવણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા મિઝ્લ્સ-રૂબેલા વેક્સીનેશન અભિયાન અંગે બેઠક યોજાઈ

0
20

સુરત,બુધવાર: તા.૨૬મી જૂનના રોજ ખરવણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા ધોળીકૂઈ ખાતે  ડી.વી.ડી.પટેલ હાઇસ્કુલમાં વાલીઓ શિક્ષકો વિદ્યાર્થીઓ સાથે મિઝ્લ્સ-રૂબેલા વેક્સીનેશન અભિયાન વિષે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મેડિકલ ઓફિસર ડો.અલ્પેશ રાઠોડ દ્વારા મિઝ્લ્સ-રૂબેલા વેક્સીન વિષે ઊંડાણપૂર્વક સમજ અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમજ ઓરી રૂબેલા પ્રોગ્રામના અમલીકરણ વિશે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. ઉપરોક્ત કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ વાલીઓ, શિક્ષકો અને ધોળીકુઇ ગામના મેલ-ફિમેલ હેલ્થ વર્કર, આશાવર્કર બહેનો  મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY