કામરેજમાં દુકાન તોડી ૧૮ મોબાઈલની ચોરી

0
6

સુરત, તા.૨૦
કામરેજ તાલુકાના પરબ ગામની અોમ ટેક્સ્ટાઈલમાં આવેલી એક મોબાઈલ ફોનની દુકાનનું શટર તોડી અંદર પ્રવેશ કરી તસ્કરોએ વિવિધ કંપનીમાં ૧૮ મોબાઈલ ફોન, લેપટોપ તથા સાત સ્પ્રેની બોટલો મળી કુલ ૧.૫૦ લાખની મતાની ચોરી કરી ફરાર થી ગયા હોવાનો બનાવ કામરેજ પોલીસ મથકમાં નોંધાયો હતો. પોલીસે ઘરફોડ ચોરીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર મૂળ રાજસ્થાનના નાગોર જિલ્લાના વતની અને હાલમાં ઉભેળ ગામની શિવ શ્રદ્ધા ટાઉનશીપ ખાતે રહેતા સુરેશકુમાર તેતરવાલની એક મોબાઈલની દુકાન પરબ ગામ ખાતે આવેલી છે. આશાપુરા એન્ડ નોવેલ્ટી નામની આ દુકાનનું શટર તોડી અંદર પ્રવેશી ઓપો કંપનીના પાંચ વિવો કંપનીના ત્રણ, મુબી સ્ટાર કંપનીના સાત તથા સેમસંગ કંપનીના ત્રણ મોબાઈલ ફોન મળી કુલ ૧૮ મોબાઈલ ફોન, લેપટોપ તથા સાત સ્પ્રેની બોટલો મળી કુલ ૧.૫૦ લાખની મતાની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા. વેપારીએ કામરેજ પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY