જિલ્લામાં હાલ વરસાદે વિરામ લેતા ખાતરની માંગ વધી : કેટલીક જગ્યાએ કાળાબજાર શરૂ
જિલ્લાની આજુબાજુની સહકારી મંડળીઓ રાતોરાત જાહેરમાં 100 રૂપિયા વધુ લઈને ખાતર વેચી જાય છે તેવી બૂમો ઉઠી
રાજપીપળા: દેશમાં હાલ ટ્રાન્સપોર્ટરો ની હડતાલો ચાલી રહી છે અને હજુ જોઈએ એવી અવરજવર જોવા મળતી નથી જેને પગલે તમામ બાબતો ની અછત વર્તાઈ રહી છે જેમાં હાલ ખાસ કરીને લાંબા સમય બાદ વરસાદે વિરામ લીધો છે ત્યારે ખેડૂતો ઉઘાડ નીકળતા ખેતીની કામગીરી માં પૂન: જોતરાઈ ગયા છે. ત્યારે ખેડૂતોને ચાલુ વરસાદે વાવેલા બિયારણો હાલ ફૂટી નીકળ્યા અને છોડવા થઇ ગયા છે ત્યારે આ પાકને ઉછરવા હાલ ખાતર ખુબ જરૂર છે પણ હાલ સરકારી ખાતર ફેક્ટરીઓ માંથી માલ આવતો નથી અને ખેડૂતો ખાતર ડેપોમાં ધક્કા ખાઈ રહ્યા છે જેટલી બેગની જરૂર છે એટલી મળી ના રહેતા ખેડૂતોની બૂમો ઉઠી છે.
નર્મદા જિલ્લામાં 1.20 લાખ હેક્ટરમાં વાવેતર થાય છે જેમાં ખાસ કરીને 55 હજાર હેક્ટર જમીનો માં કેળા શેરડી અને કપાસ નું વાવેતર થાય છે જ્યા બીન પિયાત વિસ્તાર છે ત્યાં તુવેર, મકાઈ, બાજરી, ડાંગર, એરંડા સહિતની ખેતી થાય છે પરંતુ આજની ખેડૂતોને સૌથી મોોટી જરૂૂરિયાત ખાતર ની છે અને જે બજારમાં મળી રહેતું નથી ટ્રાન્સપોર્ટરોની હડતાળની હજુ અસર જોવા મળે છે ત્યારે ખાસ કરીને ખેડૂતો ની પસંદગી સરદાર ખાતર ની હોય એ હાલ માર્કેટ માં મળતું નથી જેથી ખેડૂતોની ચિંતા વધી છે.
બોક્ષ : માર્કેટમાં અનેક ખતરો ની બ્રાન્ડો મળે છે પણ સરકારી જીએનએફસી નું બ્રાન્ડેડ નીમ કોટેડ ખાતર વર્ષોથી અમે ઉપયોગ કરીએ છે અને જેની અમને જરૂર છે તો તે મળતું નથી અને સ્થાનિક કેન્દ્રો ના સંચાલકો ખાનગી કંપની ની જાહેરાતો કરતા હોય એમ ખાનગી કંપની નું ખાતર લેવા કહી ખેડૂતોને ભરમાવે છે જેથી અમને સરદાર ખાતર મળે એવી વ્યવસ્થા સરકાર કરે >>>> શંકર પટેલ (ખેડૂત,રાજપીપળા )
બૉક્ષ: હાલ ખાતર બજારોમાં મળી રહે છે પણ સરદાર ખાતર લેવા પડાપડી ખેડૂતો કરે છે, હાલ સરદાર ખાતર માં યુરિયા 266.50 રૂપિયે, 45 કીલો , પોટાશ 700, DAP 1250 રૂપિયે, અને નર્મદા ફોર્સ -865 રૂપિયે 45 કિલો મળે છે એજ ભાવ અન્ય ખાનગી કંપની ના ખાતરો મળે છે, અને તમામ કંપની એક સરખી ક્વોલિટી ના ખાતરો બનાવે છે સરકાર ના નિયમ પ્રમાણે પછી સરદારનો મોહ ના રાખી બીજી કંપનીના ખાતર લે તો આવી બૂમો ના પડે >>સિદ્ધાર્થ પટેલ – સંચાલક કિસાન સેવા કેન્દ્ર રાજપીપળા
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"


