ગુજરાત માં છેલ્લા કેટલાક દિવસો ની ઘટનાઓ જોતા ઉપરોક્ત ઉક્તિ સાચી પડતી હોય તેવો પાંગળો ( કદાચ ) આભાસ નજરે પડે છે.જેમકે નેશનલ સેફટી ડે ની હંમેશ ઉજવણી કરતા ગુજરાત ની આંખો ફરી એક વાર સુરતના તક્ષશિલા અગ્નિકાંડ દ્વારા ખુલી ગઈ ને સફાળું જાગેલ તંત્ર લીપાપોથીમાં લાગી ગયું .સોશ્યલ મીડિયાએ જોર પકડતાની સાથેજ ચામડી બચાવવાની ગુજરાતભરમાં દોડધામ શરૂ થઈ છે જોઈએ હોવે તેનો અંત કેવો પ્રજાલક્ષી આવે છે.તેજ રીતે અલ્પેશ ઠાકોરે કોંગ્રેસ સાથે છેડો ફાડયો ને ફરી એક વાર દેશી વિદેશી દારૂ અને જુગારખાનાઓ પર માત્ર એક સપ્તાહ ની ગુજરાત પોલીસ દ્વારા શરૂ થયેલ ચડાઈ ને પણ સોશ્યલ મીડિયાએ રંગ આપ્યો કે માત્ર એક સપ્તાહ ની જાગરૂકતા પછી શું? સરકાર શુ ધારે છે ? શુ ફરીવાર મ્યાનમાં મુકેલી પવિત્ર તલવાર સમાં IPS સમશેરસિંઘ ADGP અને IPS હસમુખ પટેલ જેવા મહારથીઓને સાઈડ લાઈન કરવા માત્ર થી આ પરિસ્થિતિ નું નિર્માણ તો નથી થયુંનેકે ગુજરાત ના કર્મઠ ડીજીપીએ સપ્તાહ માત્ર માટે દારૂ જુગાર જેવી બદીઓ પર કાબુ લેવા ગુજરાત પોલીસ ને સૂચના કરવી પડી ? અરે માત્ર ચુનંદા અધિકારીઓથી ગુજરાત ક્યારેય વંચીત નથી પડ્યું.જરૂર છે માત્ર સરકારની પ્રમાણિકતાની અને હિંમત ની અને જો તે હોય તો હાલની કવચિત વણસેલી પરિસ્થિતિ માં સરકાર હિંમત દાખવી ગુજરાત પોલીસ ની ઉમદા ફોજ ના પ્રમાણિક અધિકારીઓ ને બ્રાંચની મ્યાનમાંથી બહાર કાઢે તો જ સમશેર અને પાટીદારની પ્રમાણિકતા ની લહેરમાં ગુજરાતના કથિત બુટલેગરોને ઉચાળા ભરાવવામાં વાર નઈ લાગે એમ પ્રજા નો વિશ્વાસ છેજ તેવો ગણગણાટ પ્રજામાં થઈ રહ્યો છે
ધનંજય ઝવેરી 9978406257
www.jungegujarat.in
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


