મહેમદાવાદમાં પાંચ ઇચ વરસાદ
નડિયાદઃ મંગળવારઃ- ખેડા જિલ્લામાં આજે સવારે પુરા થતા ૨૪ કલાક દરમિયાન મહેમદાવાદ તાલુકામાં ૧૩૮ મી.મી. વરસાદ નોંધાયો છે. જિલ્લામાં ગઇકાલે કુલ ૩૭૩ મી.મી. વરસાદ નોંધાયો હતો. જિલ્લામાં મોસમનો કુલ ૨૯૦૭ મી.મી. વરસાદ નોંધાયો છે.
કલેક્ટર કચેરી ઇમરજન્સી રીસ્પોન્સ સેન્ટરના જણાવ્યા મુજબ નડિયાદમાં ૧૬ મી.મી. (૩૩૬ મી.મી.), માતરમાં ૨૯ મી.મી. (૩૦૫), ખેડામાં ૪૪ મી.મી. (૨૯૧), મહેમદાવાદમાં ૧૩૮ મી.મી. (૩૩૭), મહુધામાં ૩૧ મી.મી. (૨૫૪), કઠલાલમાં ૨૪ મી.મી. (૨૧૮), કપડવંજમાં ૪૯ મી.મી. (૩૦૮), વસોમાં ૧૧ મી.મી. (૩૯૭), ગળતેશ્વરમાં ૨૧ મી.મી. (૨૯૪) અને ઠાસરામાં ૧૦ મી.મી. (૧૬૭) વરસાદ નોંધાયો છે. કૌસમાં દર્શાવેલ આંકડા મોસમનો કુલ વરસાદ દર્શાવે છે. જિલ્લામાં મોસમનો સૌથી વધુ વરસાદ વસો તાલુકામાં ૩૯૭ મી.મી. જયારે સૌથી ઓછો વરસાદ ૧૬૭ મી.મી. ઠાસરા તાલુકામાં નોંધાયો છે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"


