નડિયાદઃ શુક્રવારઃ- આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્ધારા સમગ્ર રાજયમાં તા.૧૬ જુલાઇ ૨૦૧૮ થી મીઝલ્સ રૂબેલા રસીકરણ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાન હેઠળ ખેડા જિલ્લામાં ૯ માસથી ૧૫ વર્ષ સુધીના પાંચ લાખ ઉપરાંત બાળકોને રક્ષિત કરવામાં આવશે. આ અભિયાન હેઠળ ખેડા જિલ્લામાં છેલ્લા ચાર દિવસમાં કુલ ૫૨,૬૧૨ બાળકોનું રસીકણ કરવામાં આવ્યું હોવાનું મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ર્ડા.ડી.સી.જાગાણીએ જણાવ્યું છે.
ઓરી એક જીવલેણ રોગ છે. જે વાયરસ દ્ધારા ફેલાય છે. બાળકોમાં ઓરીના કારણે વિકલાંગતા અને અકાળે મૃત્યુ થઇ શકે છે. રૂબેલા એક ચેપી રોગ છે. જે માતાના ગર્ભ અને નવજાત શિશુ માટે ઘાતક સાબિત થઇ શકે છે.
આપના બાળકોને અગાઉ રસી અપાવી હોય તો પણ પુનઃ રસી આપવામાં કોઇ વાંધો નથી. રાજય સરકાર દ્ધારા એમ.એમ.આર. (મીઝલ્સ, મમ્સ, રૂબેલા) નહીં પણ એમ.આર. (મીઝલ્સ રૂબેલા) રસીકરણ અભિયાન ચલાવવામાં આવી રહયું છે. આ અભિયાનમાં વપરાતી વેક્સીન આપણા દેશમાં જ બનાવવામાં આવે છે. જે રસી સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશનના સુરક્ષાના તમામ માપદંડો પર ખરી ઉતરી છે
આ અભિયાન દેશભરમાં કેન્દ્ર સરકારના આરોગ્ય અને પરીવાર કલ્યાણ વિભાગ WHO યુનિસેફ તેમજ જેવા પાર્ટનરના માર્ગદર્શન હેઠળ ચાલી રહયું છે. જેથી બાળકો-વાલીઓએ ખોટી અફવાઓથી ગભરાવવું નહીં.
ખેડા જિલ્લામાં જિલ્લા કક્ષાનો ઉદ્દઘાટન સમારોહ શ્રી સ્વામીનારાયણ હાઇસ્કૂલ, વડતાલ ખાતેથી કરવામાં આવ્યો હતો. જયારે ઠાસરા તાલુકામાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી નયનાબેન પટેલે, મહુધા તાલુકાના અલીણા ગામે ધારાસભ્યશ્રી ઇન્દ્રજીતસિંહ ઠાકોર, માતરમાં ધારાસભ્યશ્રી કેસરીસિંહ સોલંકી, નડિયાદ તાલુકાના ડભાણ ખાતે જિલ્લા કલેક્ટરશ્રી આઇ.કે.પટેલે, કઠલાલ તાલુકામાં આરોગ્ય સમિતિના ચેરમેનશ્રી પ્રવિણસિંહ રાઠોડે, ખેડા તાલુકામાં મામલતદાર દ્ધારા, ગળતેશ્વર તાલુકામાં તાલુકા વિકાસ અધિકારી દ્ધારા અને કપડવંજ તાલુકામાં નગરપાલિકના પ્રમુખ તેમજ તાલુકા પંચાયત પ્રમુખ દ્ધારા ઓરી-રૂબેલા રસીકરણ અભિયાનનો શુભારંભ કરવામાં આવ્યો હતો.
આ અભિયાનમાં આરોગ્ય વિભાગ, શિક્ષણ વિભાગ, મહિલા અને બાળ વિકાસ વિભાગ સહિત સરકારના અન્ય સંબંધિત વિભાગો એકબીજાના સંકલનમાં રહીને પોતાની સેવાકીય ફરજો બજાવી હતી. આ અભિયાન કુલ પાંચ અઠવાડીયા ચાલનાર છે. જેમાં શાળા અને આંગણવાડી પર યોજાનાર સેશન પર ઓરી-રૂબેલા રસી આપવામાં આવશે.
ઓરીના રોગની નાબૂદી તથા રૂબેલાના નિયંત્રણ માટેના આ રસીકરણ અભિયાનમાં પ્રત્યક્ષ કે પરોક્ષ સહકાર આપવા ખેડા જિલ્લાની જનતાને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ અનુરોધ કર્યો છે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"



