નડિયાદઃ શનિવારઃ- રાજયના મહિલા અને બાળ વિકાસ વિભાગ તેમજ જિલ્લા પ્રશાસન ખેડા-નડિયાદના સંયુક્ત ઉપક્રમે ખેડા જિલ્લામાં તા.૦૧-૦૮-૨૦૧૮ થી તા.૧૪-૦૮-૨૦૧૮ દરમિયાન મહિલા સશક્તિકરણ પખવાડીયાની ઉજવણી કરવામાં આવશે એમ કલેક્ટરશ્રી આઇ.કે.પટેલે જણાવ્યું હતું.
કલેક્ટરશ્રી આઇ.કે.પટેલે જણાવ્યું કે, ખેડા જિલ્લામાં મહિલા સશક્તિકરણ પખવાડીયાની ઉજવણી દરમિયાન મહિલાઓને લગતા વિવિધ કાર્યક્રમોનું આયોજન ઘડી કાઢવામાં આવ્યું છે.
તે અંતર્ગત તા.૦૧-૦૮-૧૮ના રોજ મહિલા સુરક્ષા દિવસ, તા.૦૨-૦૮-૧૮ના રોજ બેટી બચાવો – બેટી પઢાઓ, તા.૦૩-૦૮-૧૮ના રોજ મહિલા સ્વાવલંબન દિવસ, તા.૦૪-૦૮-૧૮ના રોજ મહિલા નેતૃત્વ દિવસ, ૦૫-૦૮-૧૮ના રોજ મહિલા આરોગ્ય દિવસ, તા.૦૬-૦૮-૧૮ના રોજ મહિલા કૃષિ દિવસ, ૦૭-૦૮-૧૮ના રોજ મહિલા શિક્ષણ દિવસ, ૦૮-૦૮-૧૮ના રોજ મહિલા સ્વચ્છતા જાગૃતિ દિવસ, તા.૦૯-૦૮-૧૮ના રોજ મહિલા કલ્યાણ દિવસ, તા.૧૦-૦૮-૧૮ના રોજ મહિલા બાળ પોષણ જાગૃતિ દિવસ, તા.૧૧-૦૮-૧૮ના રોજ મહિલા કર્મયોગી દિવસ, તા.૧૨-૦૮-૧૮ના રોજ મહિલા અને કાનૂની દિવસ, તા.૧૩-૦૮-૧૮ના રોજ શ્રમજીવી મહિલા દિવસ અને તા.૧૪-૦૮-૧૮ના રોજ મહિલા શારીરિક સૌષ્ઠવદિવસ તરીકે ઉજવણી કરવામાં આવશે.
ખેડા જિલ્લામાં મહિલા સશક્તિકરણ પખવાડીયાના અસરકારક આયોજન અર્થે યોજાયેલ બેઠકમાં કલેક્ટરશ્રી આઇ.કે.પટેલે જણાવ્યું કે, મહિલા સશક્તિકરણ પખવાડીયા દરમિયાન વિશિષ્ટ સિધ્ધિવંત મહિલાઓના સન્માન સાથે પશુપાલન તેમજ મહિલા ખેડૂત તરીકે કામ કરતી મહિલાઓનું સન્માન કરવામાં આવશે. મહિલા સશક્તિકરણ પખવાડીયાની ઉજવણી દરમિયાન વિવિધ વિભાગો દ્ધારા જે તે દિવસની ઉજવણીને અનુલક્ષીને મહિલાઓને લગતા અસરકારક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે તેમ તેમણે ઉમેર્યું હતું.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.એન.મોદી તેમજ અમલીકરણ અધિકારીઓ હાજર રહયા હતા.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"


